Ahmedabad News/ જો પાછી આવીશ તો લાશ જ આવશે’, સુસાઈડ નોટ લખી DPSની ધોરણ-9ની વિદ્યાર્થિની ગુમ

Ahmedabadના ચાંદખેડામાં રહેતી DPSની ધોરણ-9ની વિદ્યાર્થિની ચિઠ્ઠી લખીને ગુમ થઈ છે. ‘માર્કસ સારા નથી આવતા’ તેમ લખી આત્મહત્યાની ધમકી આપતા પરિવારમાં ફફડાટ.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Student Missing

Ahmedabad Student Missing: અમદાવાદ શહેરમાં વધુ એક માસૂમ વિદ્યાર્થિની અભ્યાસના દબાણ હેઠળ ઘર છોડીને ગુમ થઈ હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને ગાંધીનગરની નામાંકિત DPS (દિલ્હી પબ્લિક સ્કૂલ) માં ધોરણ-9માં અભ્યાસ કરતી 13 વર્ષીય કિશોરી ‘રોજ આત્મહત્યાના વિચારો આવે છે’ તેવી કમકમાટીભરી ચિઠ્ઠી લખીને રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ છે. દીકરીના આવા શબ્દો વાંચી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.

 ‘માર્કસ સારા નથી આવતા, I am Sorry’

વિદ્યાર્થિનીએ એક ચિઠ્ઠી લખી હતી. જેમાં તેણે પોતાની વ્યથા ઠાલવતા લખ્યું છે કે, “માર્કસ પણ સારા નથી અને ભવિષ્યમાં પણ નહીં આવી શકે. જો મારે પાછા આવવું પડશે તો બસ મારી લાશ જ આવશે.” એટલું જ નહીં, તેણે પરિવારના સભ્યોનો ઉલ્લેખ કરતા લખ્યું કે, “પાપા-ભૈયા-મમ્મા આર વન ઓફ ધ મેન રીઝન, I’m Sorry.”

સાંજે ટ્યુશન માટે નીકળ્યા અને પાછળથી દીકરી ગુમ થઈ

ઘટનાની વિગતો મુજબ, ચાંદખેડામાં રહેતા બિઝનેસમેન પિતા સાંજે 5 વાગ્યાની આસપાસ તેમના પુત્રને લઈને ટ્યુશન ક્લાસમાં એડમિશન માટે ગયા હતા. આ દરમિયાન તેમની પત્નીનો ફોન આવ્યો કે દીકરી ઘરે નથી અને તેની લખેલી એક ચિઠ્ઠી મળી છે. પિતા તાત્કાલિક ઘરે પહોંચ્યા અને ચિઠ્ઠી વાંચતા જ સ્તબ્ધ થઈ ગયા હતા. સંબંધીઓ અને મિત્રોમાં શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

Ahmedabad : ચાંદખેડા પોલીસ એક્શન મોડમાં

દીકરીના જીવને જોખમ હોવાની આશંકાએ ચાંદખેડા પોલીસે તાત્કાલિક અપહરણનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચાંદખેડા પીઆઈ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, બાળકીને શોધવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને ઘરની આસપાસના તેમજ શહેરના સંભવિત માર્ગોના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

અભ્યાસનું વધતું દબાણ અને બાળકોની માનસિક સ્થિતિ

આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન છે. માર્કસની સ્પર્ધામાં બાળકો પોતાની જાતને એટલી લાચાર અનુભવે છે કે તેઓ આત્મહત્યા જેવા આત્યંતિક વિચારો કરવા લાગે છે.


આ પણ વાંચો: સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી

આ પણ વાંચો:  હું દુનિયાથી કંટાળી ગયો છું મારે શાંતિ જોઈએ છે’: કુસ્તી ટ્રેનરે સુસાઈડ નોટ લખી કેશોદમાં આપઘાત કર્યો

આ પણ વાંચો:  રાજકોટમાં આપઘાત કરવાર પ્રૌઢે સુસાઈડ નોટમાં દિકરાની વહુને જવાબદાર ગણાવી