Gandhinagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફિક્કીના 100 વર્ષની ઉજવણીનો અમદાવાદમાં પ્રારંભ…

મુખ્યમંત્રીએ દેશના સૌથી જૂના, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી ઉદ્યોગ મંચ તરીકે ફિક્કી (FICCI)ની 100 વર્ષની સફળ યાત્રાને નોંધપાત્ર સિમાચિહ્ન ગણાવી હતી…

Gujarat Gandhinagar
FICCI ,સ્થાપના,100 વર્ષ, ઉજવણી, CM Patel

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) અમદાવાદમાં ‘ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી’ (FICCI)ની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે FICCIના 100 વર્ષની ઉજવણી અને દેશનો આ અમૃતકાળ એ ફિક્કી માટે ડબલ બોનાન્ઝા છે.

ફિક્કી (FICCI) નેશનલ એક્ઝીક્યુટીવ કમિટી મિટીંગમાં મુખ્યમંત્રીનું પ્રેરક સંબોધન

મુખ્યમંત્રીએ ફિક્કીની નેશનલ એક્ઝીક્યુટીવ કમિટીની મિટીંગમાં પ્રેરક સંબોધન કર્યુ હતું. તેમણે દેશના સૌથી જૂના, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી ઉદ્યોગ મંચ તરીકે ફિક્કીની 100 વર્ષની સફળ યાત્રાને નોંધપાત્ર સિમાચિહ્ન ગણાવી હતી.

FICCI ,સ્થાપના,100 વર્ષ, ઉજવણી, CM Patel

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના નેતૃત્વમાં ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપમાં ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે તેમાં પણ ફિક્કીનો ઉલ્લેખનીય સહયોગ મળ્યો છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત (Gujarat)ની ડેવલપમેન્ટ જર્નીની પ્રભાવક પ્રસ્તુતિ કરતા કહ્યુ કે, દ્રષ્ટીવંત નેતૃત્વ અને ડેવલપમેન્ટ માટેના કમિટમેન્ટથી કેટલી સ્પીડ અને સ્કેલ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થઈ શકે તે ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે.

FICCI ,સ્થાપના,100 વર્ષ, ઉજવણી, CM Patel

વિકસિત ભારત @ 2047માં વિકસિત ગુજરાત 2047થી ગુજરાત અગ્રેસર રહેશે

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત દેશના જીડીપી (GDP)માં 8.3 ટકા, નેશનલ ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં 18 ટકા અને દેશની કુલ નિકાસ (Export)માં 27 ટકાના યોગદાન સાથે અગ્રેસર છે.

વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા ‘વિકસિત ગુજરાત @2047’ નો રોડમેપ તૈયાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે. આ રોડમેપ અંતર્ગત 2047 સુધીમાં રાજ્યના અર્થતંત્રને 3.5 ટ્રિલિયન યુએસ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

FICCI ,સ્થાપના,100 વર્ષ, ઉજવણી, CM Patel

સેમિકન્ડક્ટર-ગ્રીન ગ્રોથ સહિતના ઈમર્જીંગ સેક્ટર્સમાં ગુજરાતને હબ બનાવવાની નેમ છે

આ માટે રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર, એ.આઈ. અને ગ્રીન ગ્રોથ (Semiconductor, A.I. and Green Growth) જેવા ઇમર્જિંગ સેક્ટર્સ પર ફોકસ કર્યું છે. તાજેતરમાં જ સાણંદમાં વડાપ્રધાનના હસ્તે શરૂ કરાયેલા બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ દ્વારા ગુજરાત હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેનનો મહત્ત્વનો હિસ્સો બનશે.

એટલુ જ નહિ, ગિફ્ટ સિટી (Gift City)માં કાર્યરત AI સેન્ટર ઑફ એક્સેલન્સ, ડેટા સેન્ટર અને ફિનટેક રાજ્યને વિવિધ ઈમર્જિંગ સેક્ટર્સમાં વધુ મજબૂત બનાવશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી, આઈ.ટી. (IT) અને આઈ.ટી.ઈ.એસ. પોલિસી, જી.સી.સી. પોલિસી જેવી પ્રોત્સાહક પોલિસીઝથી પોલિસી ડ્રિવન સ્ટેટ અને વિશ્વના ઉધોગો માટે ‘મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન’ બન્યું છે. આજે વિશ્વની ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

FICCI ,સ્થાપના,100 વર્ષ, ઉજવણી, CM Patel

વડાપ્રધાને આપેલા વિમેન લેડ ડેવલપમેન્ટના કોન્સેપ્ટને સાકાર કરવા રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપ્સ માટે હર સ્ટાર્ટ પ્લેટફોર્મ શરૂ કર્યુ છે

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાને વુમન ડેવલપમેન્ટ નહીં, પરંતુ ‘વુમન-લેડ ડેવલપમેન્ટ’નો કોન્સેપ્ટ આપ્યો છે. તેને અનુરૂપ ગુજરાતમાં પણ મહિલા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા તાજેતરમાં જ ‘હર સ્ટાર્ટઅપ’ (Her Start-up) પ્લેટફોર્મ શરૂ કર્યુ છે.

મુખ્યમંત્રીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર પ્રતિષ્ઠા અપાવનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતામાં પ્રારંભથી જ FICCIના નેશનલ પાર્ટનર તરીકે સહયોગી રહી છે તેની પણ સરાહના કરી હતી.

વડાપ્રધાન ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને સાકાર કરીને વિકસિત ભારત @2047ના નિર્માણ માટે FICCIના સક્રિય સહયોગની અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

FICCIના અધ્યક્ષ અનંત ગોએન્કાએ શતાબ્દીના લોન્ચપેડ તરીકે અમદાવાદની વ્યૂહાત્મક પસંદગી વિશે વાત કરતાં રાજ્યના ઉદ્યોગલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ અને ખાનગી સાહસો વચ્ચેનો સમન્વય દેશના અન્ય રાજ્યો માટે પણ બ્લૂપ્રિન્ટ (નકશા) તરીકે કામ કરે છે.

FICCI ,સ્થાપના,100 વર્ષ, ઉજવણી, CM Patel

વિકસિત ગુજરાત @ 2047 રોડમેપથી 2047 સુધીમાં રાજ્યના અર્થતંત્રને 3.5 ટ્રીલિયન યુ.એસ. ડોલર ઈકોનોમી સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે

તેમણે કહ્યું કે ગુજરાતે સાબિત કર્યું છે કે કેવી રીતે રાજ્ય સરકારની નીતિઓ આર્થિક લેન્ડસ્કેપને બદલી શકે છે. જેમ સમગ્ર દેશ વિકસિત ભારત@2047ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે, તેમ FICCI પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ, સેવાઓ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવા ઉત્સુક છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન ગોકુલ જયકૃષ્ણએ સ્ટાર્ટઅપ્સ અને ગ્રીન એનર્જી માટેના હબ તરીકે રાજ્યની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે મુખ્યસચિવ એમ.કે. દાસ, FICCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ વિજય શંકર, વાઇસ પ્રેસિડેન્ટ પુનીત દાલમિયા, સેક્રેટરી જનરલ અનંત સ્વરૂપ તથા ડાયરેક્ટર જનરલ જ્યોતિ વિજ સહિત સંસ્થાના હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: CM Bhupendra Patelની મહિલાઓની સુરક્ષા પર તીવ્ર ચેતવણી

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરને 1,099 કરોડના વિકાસ કાર્યોની ભેટ

આ પણ વાંચો: કેન્દ્ર, ગુજરાત દ્વારા આયોજિત સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026 યોજાયો: CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ