Surat News: લૂંટ (Surat Robbery) અને ચોરીના ચાર બનાવોથી સુરત શહેરમાં ચકચાર મચી ગઈ છે. એક જ રાતમાં ત્રણ વિસ્તારોમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો. વહેલી સવારે બાઈકસવાર તસ્કરો ત્રાટક્યા હતા અને એક પછી એક ગુનાને અંજામ આપ્યો હતો.
Surat Robbery : રાહદારીઓને ચાકુ બતાવી મોબાઈલ-રોકડની લૂંટ
પ્રાપ્ત માહિતી મુજબ મહિધરપુરા (Mahidharpura), કતારગામ (Katargam) અને વરાછા (Varachha) વિસ્તારમાં બાઈકસવાર તસ્કરોએ રાહદારીઓને ચાકુ બતાવી મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. જે નાગરિકોએ તસ્કરોનો પ્રતિકાર કર્યો, તેમના પર ચાકુથી હુમલો (Knife Attack) કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
એક પછી એક બનાવોથી શહેરમાં નાસભાગ
એક જ રાતમાં એક પછી એક બનાવો સામે આવતા શહેરમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ (Surat Police) અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ
પોલીસે બનાવવાળા વિસ્તારોના CCTV ફૂટેજના (CCTV Footage) આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. ફૂટેજમાં દેખાતા બાઈકસવાર તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
શહેરમાં સુરક્ષાને લઈને ચિંતા
એક જ રાતમાં ત્રણ વિસ્તારોમાં બનેલા આ બનાવોને કારણે સુરત શહેરના નાગરિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે. ખાસ કરીને વહેલી સવારે કામ અર્થે નીકળતા લોકો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ તરફથી આ બનાવો અંગે વધુ વિગતો જાહેર થવાની શક્યતા છે. આરોપીઓ પકડાયા બાદ લૂંટ અને હુમલાના તમામ બનાવો વચ્ચે કોઈ કડી છે કે કેમ તે સ્પષ્ટ થઈ શકે છે. નાગરિકોએ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત પોલીસને જાણ કરવી જોઈએ.
આ પણ વાંચો: જામનગર-દ્વારકામાં બે દિવસમાં 152 વીજચોરી ઝડપાઈ, PGVCLનું સઘન ચેકિંગ ચાલુ
આ પણ વાંચો: અમેરિકામાં રાહુલ ગાંધીનો મત ચોરીનો દાવો, ભાજપે કહ્યું- ભારતના મીર જાફર
આ પણ વાંચો: દુબઈ ફરવા ગયેલા પાલડીના પરિવારનું બંધ મકાન તસ્કરોએ તોડ્યું, દાગીના-રોકડ સહિત ₹17.84 લાખની ચોરી
