Rajkot News/ રાજકોટમાં આપઘાત કરવાર પ્રૌઢે સુસાઈડ નોટમાં દિકરાની વહુને જવાબદાર ગણાવી

પ્રૌઢે સોમવારે બપોરે ઝેરી દવા પી લેતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં રહેતા એક પ્રૌઢે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાસ્કથળેતી પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતકે પોતાના આપઘાત પાછળ દિકરાની વહુને જવાબદાર ગણાવી હતી.  રાજકોટમાં દીકરાની વહુ અને તેના પરિવારથી ત્રાસીને પ્રૌઢે જેન્તીભાઈએ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. મૃતક જેન્તીભાઈ રાજકોટમાં મવડી ચોકડી પાસે રત્નમ સોસાયટીમાં રહેતા હતા અને તેની જમીન રાણા ખીરસરા ગામે આવેલી છે. જે જમીન પુત્રવધુને પોતાનાં નામે કરાવવી હોવાથી મૃતક જેન્તીભાઈને ત્રાસ આપતા કંટાળી આ પગલું ભર્યું હોવાનું સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

જેન્તીભાઈ કાનજીભાઈ કારેણા (ઉં.વ.55) નામના પ્રૌઢે સોમવારે બપોરે ઝેરી દવા પી લેતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેઓએ સારવારમાં દમ તોડી દીધો હતો. મૃતક જેન્તીભાઈએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારા મોત માટે જવાબદાર વ્યક્તિ મારા દીકરાની વહુ ભૂમિકા અને તેના પિતા પરબતભાઈ છે. ભૂમિકાને મારા દીકરાનું ઘર ચલાવવુ નથી અને તેનો ભાઈ સટ્ટા બજારમાં 84 લાખ રૂપિયા હારી જતાં મારી પાસે અડધી જમીન તેના નામે કરાવવા મને પ્રેશર કરે છે, તેથી કંટાળી હું પગલું ભરું છું.જેન્તીભાઈએ અગાઉ પણ ઝેરી દવા પી લીધી હતી. તેમની પુત્રવધુ ભૂમિને તેના નામે જમીન કરવી હોવાથી જેન્તીભાઈને ત્રાસ આપતી હતી. જેનો સુસાઈડ નોટ પણ મૃતકે ઉલ્લેખ કર્યો છે. તેઓને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું મૃતકનાં સામે આવ્યું છે. પોલીસે હાલ સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આથી હું કારેણા જેન્તીલાલ કાનજી લખું છું કે મારા મોટ માટે જવાબદાર વ્યક્તિ ભૂમિકા અને તેના પપ્પા પરબતભાઈ ખાસ જવાબદાર છે. તે મારા દીકરાની વહું છે અને તેને મારા દીકરાનું ઘર ચલાવવું નથી અને ભાઈએ સટ્ટા બજારમાં હારી જતાં મારી પાસે અડધી જમીન તેના નામે કરાવવા મને પ્રેશર કરે છે. તેથી કંટાળી અને હું પગલું ભરું છું. માટે મારા દીકરાને તેનાથી બચાવી લેજો અને મારા દીકરાનો દીકરો હીતનું ખાસ ધ્યાન રાખજો. હીતને કોઈ દુખી ન કરતા અને હીત મને મારા પ્રાણથી પણ વહાલો છે અને સંદીપ તું કોઈ દિવસ હિંમત હારતો નહિ. તારી મમ્મી અને હીતનું ધ્યાન રાખજે.આ પહેલાં પણ સંદીપ ભૂમીથી ત્રાસીને ઘર છોડી જતો રહ્યો હતો. દિવ્યા અને શાદરા તમે બન્ને સુખી રહેજો અને ભાઈને હિંમત આપજો….. લી. જેન્તીલાલ કાનજી કારેણા…. ગામ- રાણા ખીરસરા.

આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર સાથે શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફેક વોટ્સએપ પ્રોફાઈલ બનાવીને માલિકના નામે નાણાં મેળવી લઈને છેતરપિંડી, એક આરોપી ઝડપાયો

આ પણ વાંચોઃ જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી

આ પણ વાંચો: 11 જેટલા ગુજરાતીઓેએ ભારતમાંથી અમેરિકન નાગરિકો સાથે કરી હજારો ડોલરની છેતરપિંડી