Surat News: Suratને વધુ એક Floverની ભેટ મળશે, આ Flyoverની ભેટ મળતા સુરતવાસીઓને રાહત મળશે. કતારગામથી અમરોલી જનારા માટે આ ઓવરબ્રિજ મોટા આશીર્વાદ સમાન છે. હાલમાં કતારગામ-અમરોલી એકતરફી Flyoverખુલ્લો મૂકવામાં આવશે. તેના કારણે ગજેરા સર્કલ પાસેના ભયંકર ટ્રાફિક જામથી મુક્ત મળશે. આ Flyoverની ખાસિયત એ છે કે તે વન-વે બ્રિજ છે. અત્યાર સુધી બ્રિજ બનતાં જોયા હતા, પરંતુ આ પ્રકારના વનવે બ્રિજ પહેલી જ વખત બન્યા છે. આમ હવે આ નવા જ પ્રકારના વનવે બ્રિજ બનાવવાનો ચીલો પડ્યો છે.
આમ સુરત Floverમાં પણ નવો વનવે ઓવરબ્રિજ બનાવવાનો ચીલો પાડનારુ શહેર બન્યું છે. આગામી દિવસોમાં સુરતની જ પેટર્ન પર રાજ્યના બીજા શહેરોમાં પણ વન-વે Flyover બ્રિજ બનાવવામાં આવે તો કોઈને આશ્ચર્ય નહીં થાય. સુરત આમ પણ નવી પહેલ માટે જાણીતું છે. આ બ્રિજ એક નવી પહેલ છે.
ઉત્તરાયણ પૂર્વે Suratના રહેવાસીઓને ટ્રાફિકમાં રાહત આપતી નવી ભેટ મળી છે. મેયર દક્ષેશ માવાણીએ ફ્લાયઓવર સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું. કામ ઝડપથી પૂરુ કરવા કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ વનવે Flyover ખુલ્લો થતાં ટ્રાફિકનું ભારણ ઘટશે. શહેરના વિકાસની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. આખા ગુજરાતમાં સૌથી વધુ Flyoverસુરતમાં હોવાનું કહેવાય છે અને તેમા શહેર માટે આ એક વધુ નવુ નજરાણુ ઉમેરાયું છે.
સુરતના મેયર દક્ષેશ માવાણીએ દાવો કર્યો હતો કે આ ફ્લાયઓવર શરૂ થવાના પગલે અમરેલી બ્રિજ પરના ટ્રાફિકમાં પણ સીધો 50 ટકાનો ઘટાડો થશે અને તેના કારણે તેના પરનું દબાણ ઘટશે. આ બધો ટ્રાફિક આ નવા Flyover તરફ વળશે. લોકોને મોટાપાયા પરના ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. અગાઉ આ બ્રિજનું કામકાજ ધીમી ગતિએ ચાલતુ હતુ ત્યારે અમે કોન્ટ્રાક્ટરને કામકાજ ત્વરિત ગતિએ કરવા અને સમયસર પૂરુ કરવા તાકીદ કરી હતી.
