દુર્ઘટના/ સુરતમાં સ્પોર્ટ્સ બાઈકનો અકસ્માત : યુવકનું ઓવરબ્રિજ પરથી નીચે પટકાતા મોત

ચાલકે ઓવર સ્પીડના કારણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં એક યુવક સીધો બ્રિજ પરથી નીચે પટકાયો હતો અને એક યુવક બ્રિજ પર પડી ગયો હતો.

Gujarat Surat
ઓવરસ્પીડ ચાલકે ઓવર સ્પીડના કારણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં એક યુવક સીધો બ્રિજ પરથી

સુરત ના દિલ્લી ગેટ વિસ્તાર માં સ્પોર્ટ્સ બાઈક પાર ઓવરસ્પીડ ના કારણે અકસ્માત થયો હતો. સ્પોર્ટસ બાઈક પર બે યુવાનો સવાર હતા. જેમાં ચાલકે ઓવર સ્પીડના કારણે બાઈક પર થી સંતુલન ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ હતી અને એક યુવક ઓવરબ્રિજ પરથી નીચે પટકતા મોત ને ભેટ્યો જયારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે ખસેડાયો છે.

આજ ના સમયમાં સ્પોર્ટ્સ બાઈક લોકો માટે એક શોખ બની ગઈ છે. સ્પોર્ટ્સ બાઈકને ઓવર સ્પીડમાં  વધુ પડતા યુવાનો ચલાવતા હોય છે. તેવામાં સુરતમાં સ્પોર્ટ્સ બાઈકને અકસ્માત નડ્યો હતો. સુરતમાં રત્નકલાકારનું કામ કરતા બે યુવાન નાઈટશિફ્ટ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા,  તે દરમ્યાન દિલ્લી ગેટ પર આવેલા ફ્લાઈઓવર બ્રિજ પર પોતાની સ્પોર્ટ્સ બાઈક પર જઈ રહ્યા હતા.

તે દરમ્યાન ચાલકે ઓવર સ્પીડના કારણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં એક યુવક સીધો બ્રિજ પરથી નીચે પટકાયો હતો અને એક યુવક બ્રિજ પર પડી ગયો હતો. 15 ફૂટ ની ઊંચાઈએ થી યુવક નીચે પટકાતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બ્રિજ પર પડકયેલ યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

ઘટના ને પગલે લોકો ના ટોળા એકઠા થઇ ગયા હતા. ઘટના ની જાણ થતા મહિધરપુરા પોલીસ પણ દોડી આવી હતી. અને લાશ ને પી એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે આ ઘટના માં બને યુવકો નાઈટશિફ્ટ  પૂર્ણ કરી ને ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન બાઈક ચલાવતા ચલાવતા ઝોકું પણ આવી ગયું હોય તેવું પણ બની શકે હાલ તપાસ બાદ જ ઘટના ની સત્ય હકીકત જાણવા મળશે.

દુર્ઘટના/ વાપી GIDCમાં લાગેલી આગમાંથી કંપનીના કાટમાળ નીચેથી મળ્યા મૃતદેહ