અરવલ્લીમાં વીજ કરંટ લાગતા આશાસ્પદ યુવકનું મોત નીપજ્યાની ઘટના ઘટતા સમગ્ર વિસ્તારમા અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું. ડિપ્લોમાનો અભ્યાસ કરતા યુવકનું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જી હા, અરવલ્લીનાં મોડાસાના શિણાવાડ ગામની ઘટનામાં ઘરનું સ્વિચ બોર્ડ જ આશાસ્પદ યુવકની આશો પર પાણી ફેરવનાર બન્યું. યુવક દ્વારા ઘરના સ્વિચ બોર્ડમાં પ્લગ લગાવવા જતા આ દુખદ ઘટના બની હતી અને યુવકને શોક લાગતા ત્યાં જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
