Vadodra News: વડોદરા (Vadodara) જિલ્લામા હિટવેવના (heatwave) કારણે એક યુવકનું મોત (death) થયું હોવાની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના શિહોરા ગામમાં ભાગોઆલ નજીક કૂવાના કિનારે પોલીસને એક અજાણ્યા 30 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવાન માનસિક રીતે અસ્વસ્થ હતો અને રસ્તાની બાજુમાં સૂતી વખતે ભારે ગરમી અને લૂને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ યુવાનની ઓળખ થઈ શકી નથી. પોલીસે તેની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 24 માર્ચે પશ્ચિમી વિક્ષેપ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં પહોંચશે.આ પશ્ચિમી વિક્ષેપની અસર 26 માર્ચથી ગુજરાતમાં જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનોને કારણે, રાજ્યનું વાતાવરણ 1 એપ્રિલ સુધી વાદળછાયું રહી શકે છે. દરમિયાન, 29 માર્ચથી 1 એપ્રિલ સુધી, રાજ્યમાં ગાજવીજ અને વીજળી સાથે 10 મીમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે.
માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે રાજ્યમાં બેવડી આફત આવી છે. 22 માર્ચે, ગુજરાતના 15 મુખ્ય શહેરોમાંથી, 13 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધુ નોંધાયું હતું, જ્યારે 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. બેવડા હવામાનના અનુભવ વચ્ચે, ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 40.1 ડિગ્રી સેલ્સિયસ અને ભુજમાં 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 38.2 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે ગાંધીનગરમાં ૧૯.૫ ડિગ્રી સાથે સૌથી ઠંડી રાત રહી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૫ માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ૨૬ માર્ચથી દિવસ અને રાત્રિના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે, માર્ચના છેલ્લા અઠવાડિયામાં પણ રાજ્યમાં બેવડા હવામાનનો સમયગાળો ચાલુ રહે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, આ પ્રદેશમાં 5 દિવસ યલો એલર્ટ
આ પણ વાંચો:યલો એલર્ટ : દરિયાકાંઠા વિસ્તારોમાં આજે બફારો, રાજસ્થાનમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર
આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર