Not Set/ વીડિયો/ રણથમ્ભોર ટાઇગર રિઝર્વ પાર્કમાં આવેલા પ્રવાસીઓનો ટાઇગરે કર્યો પીછો, જુઓ રૂંવાટા ઉભા કરતા દ્રશ્યો

સવાઈ માધોપુરના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે શનિવારે ફરવા ગયેલા કેટલાક પ્રવાસીઓની સાથે એક ઘટના બની હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાર્કમાં ફરી રહેલા કેટલાક લોકોનાં પ્રવાસી વાહનની પાછળ એક વાઘે દોડ લગાવી હતી. જેના કારણે તેમાં બેઠેલા પર્યટકોનાં રૂંવાટા ઉભા થઇ ગયા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન […]

India Videos

સવાઈ માધોપુરના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે શનિવારે ફરવા ગયેલા કેટલાક પ્રવાસીઓની સાથે એક ઘટના બની હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાર્કમાં ફરી રહેલા કેટલાક લોકોનાં પ્રવાસી વાહનની પાછળ એક વાઘે દોડ લગાવી હતી. જેના કારણે તેમાં બેઠેલા પર્યટકોનાં રૂંવાટા ઉભા થઇ ગયા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન કોઈ મોટો અકસ્માત થયો નહતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાહનમાં બેઠેલા એક પર્યટક દ્વારા બનાવવામાં આવ્યો હતો.

Image result for रणथम्भौर टाइगर रिजर्व पार्क"

મળતી માહિતી મુજબ આ ઘટના રિઝર્વ પાર્કનાં ઝોન નંબર એકમાં ઘટી હતી. ત્યાં, પ્રવાસીઓથી ભરેલું કેંટર (પર્યટન વાહન) જંગલમાં ફરવા માટે નીકળ્યું હતુ. જ્યારે પ્રવાસીઓ વાઘણ સુલ્તાનાને જોઇ તો તેઓ ત્યારે ખૂબ જ આનંદિત થયા, પરંતુ થોડી જ ક્ષણોમાં વાઘણ પ્રવાસીઓને જોઇને ગુસ્સે થઈ ગઇ અને કેન્ટર તરફ ભાગવા લાગી. આ જોઈને પ્રવાસીઓનાં હોશ ઉડી ગયા.

વાઘણ જોતાં ડ્રાઇવરે વાહનની ગતિ વધારી દીધી હતી. પરંતુ વાઘણ સુલ્તાના વાહન સાથે સાથે દોડતી રહી. જે જોઇને પ્રવાસીઓ વધુ ડરી ગયા હતા. ઘણા દૂર ગયા પછી વાઘણ વાહનનો પીછો છોડ્યો હતો. ત્યારે કેન્ટરમાં સવાર પ્રવાસીઓનાં જીવમાં જીવ આવ્યો હતો. અહી સારી વાત એ રહી કે કોઈ બનાવ બન્યો નહી. જો કે જે રીતે વાઘણે આ વાહનનો પીછો કર્યો તેને જોઇ એવુ લાગી રહ્યુ હતુ કે આજે પ્રવાસીઓનાં જીવ પૂરી રીતે જોખમમાં મુકાઇ ચુક્યા છે. અહી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે જ્યારે પ્રવાસીઓ વાઘણને જુએ છે ત્યારે તેઓ ખૂશ થાય છે પરંતુ જ્યારે તે વાઘણ પ્રવાસીઓને જુએ છે ત્યારે તેઓનો જીવ તાંડવે આવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.