Not Set/ જાણીતા પોપ સિંગર દલેર મેહંદીની રાજકારણમાં એન્ટ્રી, ભાજપનો પહેેર્યો ખેસ

નવી દિલ્હી, લોકસભાની ચુંટણી ચાલી રહી છે. ત્યારે બોલિવુડથી લઇને રમત જગતનાં જાણીતા ચહેરા રાજકારણમાં આવી રહ્યા છે. ત્યારે હવે જાણીતા પોપ ગાયક દલેર મેહંદી ભાજપા સાથે જોડાઇ ગયા છે. આ પહેલા ગાયક હંસરાજ હંસ ભાજપ અને ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપ સાથે જોડાઇ ચુક્યા છે. ત્યારે હવે ગાયક દલેર મેહંદીએ પણ ભાજપમાં એન્ટ્રી લઇ લીધી […]

India Politics Entertainment

નવી દિલ્હી,

લોકસભાની ચુંટણી ચાલી રહી છે. ત્યારે બોલિવુડથી લઇને રમત જગતનાં જાણીતા ચહેરા રાજકારણમાં આવી રહ્યા છે. ત્યારે હવે જાણીતા પોપ ગાયક દલેર મેહંદી ભાજપા સાથે જોડાઇ ગયા છે. આ પહેલા ગાયક હંસરાજ હંસ ભાજપ અને ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપ સાથે જોડાઇ ચુક્યા છે. ત્યારે હવે ગાયક દલેર મેહંદીએ પણ ભાજપમાં એન્ટ્રી લઇ લીધી છે.

દલેર મેહંદીએ આજે રાજકારણમાં જંપ લાવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રિય મંત્રી ડૉ.હર્ષવર્ધનની હાજરીમાં દલેર મેહંદી ભાજપા સાથે જોડાયા છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા વર્ષ 2013માં દિલ્હીનાં પૂર્વ સીએમ શીલા દિક્ષીતની ઉપસ્થિતિમાં તેમણે કોંગ્રેસનો હાથ થામ્યો હતો.

દેશમાં હાલમાં લોકસભાની ચુંટણી ચાલી રહી છે. ત્યારે ભાજપમાં એકપછી એક ફિલ્મી સ્ટાર જોડાઇ રહ્યા છે. આ પહેલા ભાજપામાં ગાયક હંસરાજ હંસ, ગૌતમ ગંભીર અને સની દેઓલ જોડાઇ ચુક્યા છે.