Not Set/ #વ્યાજાતંક/ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 40 વર્ષીય યુવકે કરી આત્મહત્યા

જામનગરના પટેલ પાર્કમાં રહેતા 40 વર્ષીય  વિપુલ સંઘાણી નામના ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી છે. વિપુલે આત્મહત્યા કરતાં પહેલા 4 પાનની સ્યૂસાઇડ નોટ પણ લખી છે. અને પોતે વ્યાજના વિષચક્રમા ફસાઈ ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને તેમના આપઘાતમાં પત્ની અને પુત્રી નિર્દોષ હોવાનો ઉલ્લેખ કર્યો છે. વિપુલ સંઘાણી એ લખેલી […]

Gujarat Others

જામનગરના પટેલ પાર્કમાં રહેતા 40 વર્ષીય  વિપુલ સંઘાણી નામના ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી છે. વિપુલે આત્મહત્યા કરતાં પહેલા 4 પાનની સ્યૂસાઇડ નોટ પણ લખી છે. અને પોતે વ્યાજના વિષચક્રમા ફસાઈ ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને તેમના આપઘાતમાં પત્ની અને પુત્રી નિર્દોષ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

વિપુલ સંઘાણી એ લખેલી સ્યૂસાઇડ નોટ ને અનુસંધાને જામનગર શહેર એસપી દ્વારા વ્યાજખોરના ત્રાસ ને ડામવા માટે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ એસપી દ્વારા વ્યાજખોરોના આંતક વિરુદ્ધ લોક દરબાર યોજીને કાર્યવાહી કરવામાં આવી હતી. છતાય શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત બનાવો બની જ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.