Assam Flood/ અસમમાં પૂરના લીધે અત્યાર સુધી 24 લોકોના મોત,7 લાખ લોકો પ્રભાવિત

આસામમાં રવિવારે પૂરની સ્થિતિ વધુ વણસી હતી. રાજ્યમાં બે બાળકો સહિત વધુ છ લોકોના મોત થયા છે.  22 જિલ્લાઓમાં 7.2 લાખથી વધુ લોકો પાણીમાં ડૂબી જવાથી પ્રભાવિત થયા છે

Top Stories India

આસામમાં રવિવારે પૂરની સ્થિતિ વધુ વણસી હતી. રાજ્યમાં બે બાળકો સહિત વધુ છ લોકોના મોત થયા છે.  22 જિલ્લાઓમાં 7.2 લાખથી વધુ લોકો પાણીમાં ડૂબી જવાથી પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના દૈનિક પૂર અહેવાલ મુજબ, નાગાંવ જિલ્લાના કામપુર રેવન્યુ વિસ્તારમાં ચાર લોકો પાણીમાં ડૂબી ગયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે હોજાઈ જિલ્લાના ડુબોકામાં એક વ્યક્તિનું અને કચર જિલ્લાના સિલચરમાં એક બાળકનું પૂરના કારણે મોત થયું હતું.

આસામમાં આ વર્ષે પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 24 થઈ ગયો છે. ઓથોરિટીએ જણાવ્યું કે કેટલાક જિલ્લાઓમાં પૂરના કારણે 7,19,540 લોકો પ્રભાવિત થયા છે. નાગાંવ જળબંબાકારને કારણે ખરાબ રીતે પ્રભાવિત છે જ્યાં 3.46 લાખ લોકો મુશ્કેલીમાં છે. આ પછી કચરમાં 2.29 લાખ અને હોજાઈમાં 58 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

ભારતીય વાયુસેના મદદમાં વ્યસ્ત છે
તે જ સમયે, ભારતીય વાયુસેના પણ આસામમાં જોર જોરથી મદદ કરવામાં લાગેલી છે. ભારતીય વાયુસેનાએ રાહત અને બચાવ કામગીરી માટે તેના AN-32 એરક્રાફ્ટની સાથે બે Mi-17 હેલિકોપ્ટર, એક ચિનૂક હેલિકોપ્ટર અને એક ALH ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. પૂર દરમિયાન, 15 મેથી અત્યાર સુધીમાં, વાયુસેનાએ 454 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. આ લોકોમાં એવા 119 મુસાફરોનો પણ સમાવેશ થાય છે જેઓ દામી હાસાઓ જિલ્લાના ડિતોકચરા રેલવે સ્ટેશન પર અટવાયા હતા અને જેના માટે એરફોર્સના ધ્રુવ હેલિકોપ્ટરે રેલવે ટ્રેક પર લેન્ડિંગ કર્યું હતું.

91,518 અસરગ્રસ્ત લોકો 269 રાહત શિબિરોમાં રહે છે
ASDMAએ જણાવ્યું કે રાજ્યભરમાં 91,518 અસરગ્રસ્ત લોકો 269 રાહત શિબિરોમાં રહે છે. વહીવટીતંત્રે 152 રાહત વિતરણ કેન્દ્રો પણ સ્થાપ્યા છે. ASDMAએ વધુમાં જણાવ્યું કે ભારતીય સેના, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્વયંસેવકોની મદદથી કુલ 26,236 ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે.