દિલ્લી,
દેશની સૌથી મોટી ઈ – કોમર્સ કંપની ફ્લિપકાર્ટની ૭૭ ટકા માલિકી હવે અમેરિકાની દિગ્ગજ કંપની વોલમાર્ટના હાથમાં આવી ગઈ છે. વોલમાર્ટ દ્વારા ૧૬ બિલિયન ડોલરમાં ફ્લિપકાર્ટના ૭૭ ટકા શેર ખરીદવામાં આવ્યા છે.
વોલમાર્ટ અને ફ્લિપકાર્ટના શીર્ષ અધિકારીઓની બેંગલુરુમાં થયેલી મીટીંગમાં વોલમાર્ટે ફ્લિપકાર્ટના 70 ટકા શેરમાં લગભગ સાડા નવ ખરબ રૂપિયામાં ખરીદવાનો સોદો નક્કી કરી કરવામાં આવ્યો છે.

સૌથી મોટી ઈ – કોમર્સ કંપની ફ્લિપકાર્ટને અમેરિકાની જ સૌથી મોટી રિટેલર કંપની એમેઝોને ખરીદવા માટે તૈયારી દર્શાવી હતી, પરંતુ ફ્લિપકાર્ટને વોલમાર્ટ કંપનીની ડીલ પસંદ આવી હતી.
પરંતુ બે IITના વિધાથીઓ દ્વારા ચાલુ કરવામાં આવેલી ફ્લિપકાર્ટની કંપનીની સફર ખુબ શાનદાર રહી છે. નવા સ્ટાર્ટઅપ હેઠળ ચાલુ કરવામાં આવેલી કંપનીની સ્થાપનાથી લઇ ૧૬ બિલિયન ડોલર સુધી પહોચવાની સફર ખુબ પ્રેરણાદાયક રહી છે.

આ છે ફ્લિપકાર્ટની એક શાનદાર સફર :
૧. IIT દિલ્લીના બે ગ્રેજ્યુએટ વિધાથીઓ સચિન બંસલ અને બિન્ની બંસલે એમેઝોનની નોકરી છોડીને ૨૦૦૭માં ફ્લિપકાર્ટની શરૂઆત એક ઓનલાઇન બુક સ્ટોરના રૂપમાં કરી હતી.
૨. સચિન બંસલ અને બિન્ની બંસલે પોતાની સ્કૂલિંગ હિંસારમાં ઓ પી જિન્દાલ સ્કૂલથી કરી ત્યારબાદ તેઓએ IIT દિલ્લીના ગ્રેજ્યુએટ થયા હતા. સચિન બંસલે ટેકસ્પેનમાં અને બિન્ની બંસલે સૈનઓફ કોર્પોરેશન સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું.

૩. એમેઝોનની જેમ ફ્લિપકાર્ટને પણ ઓનલાઇન બુક સ્ટોરથી પોતાની શરૂઆત કરી હતી. તાય્રબાદ તેઓએ ઘણા નવા પ્રોડ્કટ કેટેગરી સાથે એડ કરવામાં આવ્યું હતું.
૪. ફ્લિપકાર્ટની શરૂઆત બેંગલુરુના ૨ બેડરૂમના એપાર્ટમેન્ટમાંથી કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૦૮માં દિલ્લી અને ૨૦૦૯માં મુંબઈમાં કંપનીની ઓફિસ ખુલી ખોલી હતી. ત્યારબાદ ગત મહિને બેંગલુરુ સ્તિથ કંપનીની તમામ ઓફિસોને ૮.૩ લાખ સ્ક્વેર ફીટના વિશાળ કેમ્પસમાં શિફ્ટ કર્યું હતું.
૫. ફ્લિપકાર્ટ દ્વારા ત્યારબાદ મિટ્રા, ઇબે, ફોન પે, ચકપક જેવી કંપનીઓને ખરીદીને પોતાની સફળતાની કહાની યથાવત રાખી હતી.
૬. સચિન બંસલ ૨૦૦૯થી ૯ વર્ષ સુધી ફ્લિપકાર્ટના CEO રહ્યા હતા. જો કે ત્યારબાદ ૨૦૧૬માં બિન્ની બંસલ CEO બન્યા હતા અને સચિને એક્ઝીક્યુટીવ ચેરમેન બન્યા હતા.
૭. ૨૦૧૦માં ફ્લિપકાર્ટ દ્વારા કેસ ઓન ડીલીવરી ( COD )ની શરૂઆત કરી હતી. જો કે ફ્લિપકાર્ટના નિર્ણય બાદ ઇન્ડસ્ટ્રીની તસ્વીર જ બદલી કાઢી હતી.
૮. ફ્લિપકાર્ટ દ્વારા ગ્રાહકોને કોઈ પણ કારણ જણાવ્યા વગર જ સમાન રિટર્ન કરવાનો ઓપ્શન પણ આપ્યો હતો.
૯. ૨૦૧૪ બાદ ફ્લિપકાર્ટ દ્વારા પ્રોડ્કટને લોન્ચ કરવામાં આવતી ઓફલાઈનની પરંપરાને બદલતા પ્રથમવાર ઓનલાઈન માર્કેટમાં લોન્ચ કરી હતી અને ૫ મહિનામાં જ મોટોના ૧૦ લાખથી વધુ સ્માર્ટફોન વેચ્યા હતા.
૧૦. ભારતમાં ઈન્ટરનેટની સ્પીડ અને પહોચને જોતા ફ્લિપકાર્ટ દ્વારા ૨૦૧૫માં લાઈટ વર્જન લોન્ચ કર્યું હતું તે ઝડપી હતું અને ઓછી સ્પીડમાં ચાલતું હતું.
૧૧. ફ્લિપકાર્ટ દ્વારા ચાલુ કરાયેલી નો કોસ્ટ EMIના કારણે ળ્ણ મોઘી વસ્તુઓ ખરીદવામાં ખુબ ફાયદો થયો હતો અને આ સ્કીમ ખુબ લોકપ્રિય પણ થઇ હતી.
૧૨. ફ્લિપકાર્ટ દ્વારા પોતાના જુના પ્રોડ્કટને પણ એક્સચેન્જ કરવા માટેનો ઓપ્શન આપ્યો હતો. ત્યારબાદ કંપની દ્વારા લોકોને આ માટે ડીલ્સ પણ આપવામાં આવી છે. આ ઓપ્શનનો સૌથી વધુ ઉપયોગ મોબાઈલ જેવા પ્રોડ્કટમાં સૌથી વધુ થયો હતો.
