Sabarkantha News: હિંમતનગરમાં અનંતેશ્વર મંદિર તોડવા તંત્ર પહોંચ્યું હતું, મંદિર દબાણમાં હોવાને કારણે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિકો દ્વારા વિરોધ કરાતા હાલ મંદિર તોડવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે.
સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગરમાં અનંતેશ્વર મંદિર સોસાયટીના પ્લોટમાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. મંદિર દબાણમાં હોવાને લઈ દૂર કરવા સ્થાનિકો પાલિકાએ પહોંચી વિરોધ કર્યો હતો. જોકે, સ્થાનિકો દ્વારા વિરોધ કરતા હાલ પૂરતું મંદિર તોડવાનું મોકૂફ રખાયું છે. મહિલાઓ અને પુરૂષો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ત્યારે હિંમતનગર પાલિકા દ્વારા સાંજના સમયે ફરી મંદિર તોડવાની કાર્યવાહી હાથ ધરાય એવી શક્યતો જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ભાવનગરમાં GSTના ધામા, જિલ્લામાં છ જગ્યાએ સર્વે શરૂ
આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાશે ભગવાનની જળયાત્રા, 22 જૂને પૂજા વિધિ કરાશે
આ પણ વાંચો: વડોદરામાં પ્રદૂષિત પાણી પીવા નાગરિકો લાચાર
