Lifestyle/ ચોમાસામાં માખીઓ બણબણ્યા કરે છે? આ ઘરગથ્થું ટિપ્સ અજમાવો, માખીઓને ઘરમાંથી ભગાડો…

ચોમાસું એટલે તહેવારોની મોસમ! પરંતુ, આ જ ઋતુમાં ડૉક્ટરોના દવાખાનાઓમાં પણ દર્દીઓની ભીડ જોવા મળતી હોય છે! આનું મૂળ છે માખી અને મચ્છર! આ ટિપ્સથી…

Trending Tips & Tricks Lifestyle

Lifestyle: વરસાદની ઋતુમાં માખી (Flies) અને મચ્છરો (Mosquitoes)નો ત્રાસ વધી જાય છે. આ જંતુઓ પોતાની સાથે ગંદકી અને બીમારીઓને પણ આમંત્રણ આપે છે. માખીઓ ખાવા-પીવાની વસ્તુઓ પર બેસે છે અને બણબણ્યા કરે છે. ગમે તેટલી વાર ભગાડો પણ પાછી આવી જ જાય છે! માખીઓ દ્વારા વહન થતા બેક્ટેરિયા અને અન્ય ગંદકી તમારા ભોજનમાં ભળે છે. આવી સ્થિતિમાં શું કરવુ એ સમજ નથી પડતી! ભોજનની સંભાળ અને પરિવારની બીમારીઓથી સુરક્ષા કરવા માટે રોગની વાહક એવી માખીઓથી છૂટકારો મેળવવો જરુરી બની જાય છે. તો ચાલો જાણીએ, માખી ભગાડવાની કેટલીક ઘરગથ્થું ટિપ્સ!

ચોમાસું (Monsoon) એટલે તહેવારોની મોસમ! કેટલાય તહેવારો અને વ્રત-ઉપવાસ આ ઋતુમાં આવતા હોય છે. પરંતુ, આ જ ઋતુમાં ડૉક્ટરોના દવાખાનાઓમાં પણ વિવિધ બીમારીઓ (Diseases)થી ગ્રસિત દર્દીઓની ભીડ જોવા મળતી હોય છે! આનું મૂળ છે માખી અને મચ્છર! જો તમે પણ માખી, મચ્છર તથા અન્ય કીડા-મંકોડાને ઘરથી દૂર રાખવા માગતા હો તો આ ટિપ્સ (Tips), ખાસ કરીને માખીઓથી તમને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.તો ચાલો જાણીએ, કેટલીક ઘરગથ્થું ટિપ્સ!

સ્વચ્છતા પર ધ્યાન આપવું

માખી-મચ્છરને દૂર રાખવાનું પ્રથમ પગલું છે ઘરની સફાઇ (House Cleaning)! ઘરના ખૂણા-ખાંચરે જમા ગંદકી ઉપરાંત, વિશેષ કરીને રસોડાની સ્વચ્છતા પર ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે. ઘરમાંથી દરરોજ કચરો અને ભોજન બાદ એકઠા થતા એંઠવાડ વગેરેનો નિયમિત રીતે નિકાલ કરતા રહેવું. લેમન ગ્રાસ અથવા ફુદીનાનો છોડ ઘરમાં વાવવાથી પણ માખીઓ ઘરમાં આવવાનું પસંદ કરશે નહિં.

લીંબુ અને લવિંગનો પ્રયોગ

આ માટે એક લીંબુ (Lemon)ના બે ટુકડા કરી લો. આ દરેક ફાડિયામાં 5 થી 10 લવિંગ (Cloves) લગાવીને આ લીંબુને બારી પાસે મૂકી દો. એનાથી માખીઓ એ માર્ગે ઘરમાં ઘૂસવાનો પ્રયાસ નહિં કરે! આ એક કુદરતી નુસખો છે જેની મદદથી તમે માખીઓને ઘરથી દૂર રાખી શકો છો. આ ઉપરાંત, ટી ટ્રી ઑઇલ (Tea Tree Oil)નો પણ તમે ઉપયોગ કરી શકો છો. એની સુગંધથી માત્ર મચ્છર જ નહિં પણ માખીઓ પણ ઘરથી દૂર ભાગી જશે. આ માટે તમારે રુના પૂમડામાં આ તેલ લગાવી દઇને ઘરના ખૂણામાં મૂકવાનું રહેશે.

લીમડા અને કપૂરનો પ્રયોગ

જૂના જમાનામાં આ ઘરગથ્થું નુસખો (Home Remedy) ઘણો પ્રચલિત હતો. આ નાનીમા-દાદીમાના નુસખાને અજમાવીને પણ તમે માખીઓને દૂર ભગાડી શકો છો. આ માટે અમુક કુદરતી પદાર્થો જેવા કે, લીમડાના સૂકા પાંદડા, તમાલપત્ર, કપૂર અને લવિંગને એક વાડકામાં મૂકીને તમારે બાળવાના રહેશે. એમાંથી ધુમાડો નીકળવા લાગશે અને આખા ઘરમાં ફેલાશે, જેની અસરથી માખીઓ ઘરમાંથી બહાર ભાગી જશે. આખા ઘરમાં આ ધૂપને ફેરવી દેવો જેથી ઘરમાંથી માખીઓનો ત્રાસ દૂર થઇ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો:પાર્ટનરથી દૂર છો? આ રીતે તમારી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપ બનશે મજબૂત, અંતર ‘વિલન’ નહિં બને!

આ પણ વાંચો:ચોમાસામાં કોથમીર બગડી જાય છે? જલદીથી અપનાવો આ ટિપ્સ, અઠવાડિયા સુધી રહેશે તરોતાજા…!