Ahmedabad News/ ફાયનાન્સ કંપનીમાં રોકાણની લાલચ આપીને 41 લાખની ઠગાઈ કરનારા ત્રણ શખ્સો ઝડપાયા

સાયબર ક્રાઈમ બ્રાંચે ફરિયાદને આધારે આરોપીઓને દબોચી લીધા

Gujarat Ahmedabad

Ahmedabad News : ઈન્દીરા ફાયનાન્સ સર્વિસ નામની કેપનમાં ઈન્વેસ્ટમેન્ટની સ્કિમમાં એડ કરી એક વ્યક્તિને વધુ નફાની લાલચ આપીને તેની સાથે રૂ.41,04,074 ની છેતરપિંડી કરનારા અને આંતરરાષ્ટ્રીય ગેંગને મદદ કરનારા ત્રણ શખ્સોની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

આ કેસની વિગત મુજબ ફરિયાદીને તેના મોબાઈલમાં ઈન્દીરા ફાયનાન્સ સર્વિસ નામની એક એડ જોવા મળી હતી. જેમાં સ્કીન ચાલતી હતી અને લિંક ઓપન કરતા વોટ્સએપ ગ્રુપ ટ્રેડ એક્સચેન્જ ગ્રુપમાં એડ થઈ ગયા હતા. બાદમાં અલગ અલગ મોબાઈલ નંબર પરથી ઈન્વેસ્ટમેન્ટ ટીપ તથા આઈપીએમાં રોકાણ માટેમા મેસેજ આવ્યા હતા. જેમાં ફરિયાદીને દિશા ચૌધરી નામની મહિલા સાથે વાત થતા એક ફોર્મ ભારાવવામાં આવ્યું હતું.

જેમાં ફરિયાદીનું નામ, મોબાઈલ નંબર, આધાર અને પાન કાર્ડની માહિતી માંગવામાં આવી હતી. બાદમાંકંપનીમાં કસ્ટમર સર્વિસ ગ્રુપમાં નાણાં રોકાણ કરી વધુ નફો કમાવવા જણાવતા હતા. આથી ફરિયાદીએ આરોપીઓના કાતામાં કુલ રૂ.41,04,074 ભર્યા હતા. આ રીતે ફરિયાદી સાથે ઠગાઈ કરવામાં આવતા સાયબર ક્રાઈમ બ્રાંચમાંગુનો નોંધાયો હતો.

જેને આધારે પોલીસે તપાસ હાથ ધરીને નવસારીના વિશાલ સી.ઢોલે, સુરતના જતીન જે.દેસાઈ અને રાજેશ બી.પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhinagar News/નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ…

આ પણ વાંચો: Gujarat News/ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” અમલમાં મૂકાયો

આ પણ વાંચો: ગાંધીનગર ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું શક્તિ પ્રદર્શન, મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત