છોટાઉદેપુર/ આરોગ્ય કક્ષાનાં 454 કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પે સહિત પડતર માગ મુદ્દે રજૂઆત

ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના નેજા હેઠળ પ્રાથમિક આરોગ્ય કક્ષાએ ફરજ બજાવતા બોડેલીના 88 સહિત છોટાઉદેપુર મળ્યા મુજબ જિલ્લાના કુલ 454 કર્મીઓ ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા છે.

Gujarat Others
demands

ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના નેજા હેઠળ પ્રાથમિક આરોગ્ય કક્ષાએ ફરજ બજાવતા જિલ્લાના કુલ 454 કર્મીઓ ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા છે. આરોગ્ય કર્મીઓએ જિલ્લા કલેક્ટર ,જિલ્લા આરોગ્ય અધિકારી, DDO સહિતના ઉચ્ચ અઘિકારીઓને પડતર માંગણીઓને લઈ આવેદન આપ્યુ છે.

demands

પ્રાથમિક આરોગ્ય કક્ષાએ ફરજ બજાવતા MPHW મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો, સુપરવાઈઝરો, FHW ફિમેલ હેલ્થ વર્કરો, FHW ફિમેલ હેલ્થ સુપરવાઈઝરો, આજ રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય મહા સંઘના નેજા હેઠળ પડતર પ્રશ્નો ગ્રેડ પે,  કોરોના મહામારીમાં રાત દિવસ જોયા વગર 98 દિવસ કામ કર્યુ હતુ તેનું કોરોના ભથ્થુ સહિતની માંગણીઓને લઈ અગાઉ પણ હડતાળો કરી હતી.

ગુજરાત સરકારે આશ્વાસન આપવા છતાં હજી સુધી માગણીઓ નહિ સંતોષાતા આજ રોજ સમગ્ર ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લાના 454 આરોગ્ય કર્મીઓએ જિલ્લા કલેક્ટર ,જિલ્લા આરોગ્ય અધિકારી, DDO સહિતના ઉચ્ચ અઘિકારીઓને પડતર માંગણીઓને લઈ આવેદન પત્ર આપી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા

છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કક્ષાએ ફરજ બજાવતા 454 કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી જતા ચોમાસાના પગલે પાણી જન્ય રોગો, જેવાકે ઝાડા ઉલટી, મરડો, ટાઇફોઇડ અને મચ્છર જન્ય રોગો ડેન્ગ્યુ, મેલેરિયા વગેરે રોગોમાં વૃદ્ધિ જૉવા મળશે અને હાલ દસ અને સોળ વર્ષની વયના વિદ્યાર્થિઓનું TD (ટીટેનર ડીકટેરિયા) ની રસીનું અભિયાન ચાલે છે તેમજ કોરોના વેક્સીનેસન ચાલે છે તેમા પણ માઠી અસર જોવા મળશે તેમ જાણવા મળ્યું હતું

આ પણ વાંચો: રક્ષાબંધન પર રેલ્વેએ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી, જાણો ક્યાં ટ્રેનો દોડશે