Vadodara News: એવું કહેવાય છે કે વ્યસન માણસને ભાન ભૂલાવતું હોય છે,ત્યારે તમાકુના વ્યસનને કારણે ક્યારેક સરકારી ફરજ બજાવતા સરકારી કર્મચારી પણ વ્યસનને કારણે પોતાની નોકરીને જોખમમાં આવી જતા હોય છે. આવી જ એક ઘટના વડોદરાના છાણી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સાથે બની છે. વાત જાને એમ છે કે પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને તમાકુનો માવો ખાવાનું વ્યસન હતું જેને કારણે પોલીસ કોન્સ્ટેબલ પોતાની ફરજ દરમ્યાન જ સરકારી વાહન લઈને વ્યસનની તલપને પૂરી કરવા માટે જાહેર માર્ગ પર આવેલા એક પાનના ગલ્લા પર પોતાનું સરકારી વાહન રોડ પર પાર્ક કરીને પહોંચી જાય છે. ગલ્લા ઉપર તમાકુની તલપ ને પૂરી કરવા માટે પહોંચેલા પોલીસ કોસ્ટેબલ દ્વારા જે વાહન રોડની વચ્ચોવચ પાર્ક કરવામાં આવ્યું હતું એ વાહન પોલીસનું સરકારી વાહન હતું.
કાયદાના જાણકારે જ કાયદો તોડીને સરકારી વાહન રોડ વચ્ચોવચ પાર્ક કરી દેતા એક તબક્કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ કોન્સ્ટેબલના તમાકુના વ્યસને જા ને ભારે કરી એમ હોય અનેક વાહન ચાલકો આ સરકારી પીસીઆર વાન ની પાછળ જાણે કે કતારબદ્ધ ગોઠવાઈ ગયા હતા. જોકે રસ્તે થી પસાર થતા અને ટ્રાફિક જામમાં સલવાઈ ગયેલા વાહન ચાલકોએ હોર્ન મારીને પોલીસ કોન્સ્ટેબલન મનસ્વી વર્તનનો વિરોધ કર્યો હતો.
એક તબ્બકે વાહન ચાલકોના રોષનો ભોગ બનવું ના પડે એ માટે માવો ખાવા બિન્ધાસ્ત પાનના ગલ્લા પર પહોંચી ગયેલા પીસીઆરના ડ્રાઇવરને પોતાનું વાહન રોડ પરથી હટાવ્યું હતું. હાલ તો વડોદરા ના સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપ ઉપર રોડની વચ્ચોવચ વાહન પાર્ક કરનાર આ કોન્સ્ટેબલ નો વિડીયો વાયરલ થયેલ છે જેને લઇને પોલીસની આ પ્રકારની કામગીરીનો વિરોધ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોની મંતવ્ય ન્યુઝ પૃષ્ટિ નથી કરતું.
આ પણ વાંચો:વડોદરામાં નવરચના સ્કૂલને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આ પણ વાંચો:વડોદરામાં ઝડપાયેલો દારૂ બનાવટી હોવાની શંકાને પગલે ગોવામાં તપાસ કરાશે
આ પણ વાંચો:વડોદરામાં કલ્પનાબેન પ્રજાપતિની અંતિમયાત્રામાં પરિવાર તૂટી પડ્યો!
