Palanpur News: ગુજરાતભરમાં હાલ “રોલિંગ પેપર” (Rolling Paper) એટલે કે ‘ગોગો’ પેપર (GoGo Paper)ને લઈને પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા અલગ-અલગ શહેરોમાં દરોડા પાડીને ગોગો પેપર (GoGo Paper) અને સ્મોકિંગ કોનના ગેરકાયદે વેચાણ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં પાલનપુરમાં પણ ‘ઓપરેશન ગોગો (GoGo) સ્મોકિંગ ડ્રાઇવ’ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જય ગોગા પાર્લરમાં SOGની રેડ
પાલનપુર શહેરમાં જય ગોગા પાર્લર ખાતે ગોગો (GoGo) સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ થતું હોવાની માહિતી આધારે SOG (Special Operations Group)ની ટીમે દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન પાર્લરમાં ગેરકાયદે રીતે ગોગો (GoGo) પેપરનું વેચાણ કરતો એક ઇસમ ઝડપાયો હતો.
મોટી માત્રામાં ગોગો પેપર અને સ્મોકિંગ કોન ઝડપાયા
પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી ગોગો સ્મોકિંગ કોનના 14 બોક્સ, રોલિંગ પેપરની 36 સ્ટ્રીપ ઝડપાઇ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રાજ્યભરમાં ગોગો પેપર સામે કડક કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા યુવાધનને નશાની લતથી બચાવવા માટે ગોગો પેપર અને સ્મોકિંગ સામગ્રી સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પાલનપુરમાં કરાયેલી આ કાર્યવાહી પણ એ જ અભિયાનનો એક ભાગ છે.
પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગોગો પેપર, સ્મોકિંગ કોન અથવા નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે.
આ પણ વાંચોઃ સુરત SOG પોલીસના ગોગો પેપરનું વેચાણ કરનારાઓને ત્યાં દરોડા
આ પણ વાંચો: સુરતનાં 100 કરોડના સાયબર સ્કેમની તપાસમાં SOG બાદ ED પણ જોડાઈ
આ પણ વાંચો: સુરતમાં ડ્રગ્સ માટે વપરાતા ‘ગોગો પેપર’ સામે પોલીસ કાર્યવાહી, પાન પાર્લર અને ઓનલાઈન વેચાણ પર સખત વલણ

