Vadodara News/ વડોદરા બોટકાંડની પીડિત મહિલાઓ સાથેના દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસના ધરણાં,પોલીસે ટીંગાટોળી સાથે દોડાવી-દોડાવી કાર્યકરોને બસમાં ભર્યા

મુખ્યમંત્રીએ તમે પ્રી-પ્લાન અને ખાસ એજન્ડા સાથે આવ્યાં છો, કહી અપમાન કર્યું હતું.

Gujarat Vadodara

Vadodara News : વડોદરામાં હરણી બોટકાંડમાં ભેગ બનેલા નિર્દોષ બાળકોની માતાઓ સાથેના દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસે ધરણા કર્યા હતા.  હરણી બોટકાંડમાં નિર્દોષ બાળકોની માતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ ત્યારે તેમની સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં આજે (5 મે) કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું,

જોકે પોલીસે નેતાઓ અને કાર્યકરોને ભેગા થવા દીધા નહોતા અને વિરોધ કરવા આવેલા 20થી વધુ કાર્યકરોની ટીંગાટોળી અને દોડાવી-દોડાવી અટકાયત કરી હતી. અહીં વડોદરા શહેર કોંગ્રેસ-પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં ગાંધીવિચારનું અપમાન થઈ રહ્યું છે. જ્યારે પણ ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે. આ સાથે તેમણે મુખ્યમંત્રી અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા.

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધી નગરગૃહ ખાતે સત્યાગ્રહ ધરણાંનું આયોજન કર્યું હતું, પરંતુ આ કાર્યક્રમને પગલે કોંગ્રેસના કાર્યકરો આવે એ પહેલાં જ વડોદરા ક્રાઇમ બ્રાંચ, રાવપુરા પોલીસના જવાનો, 2 એસીપી, 2 પીઆઇ સહિતનો પોલીસકાફલો ગાંધી નગરગૃહ ખાતે પહોંચી ગયો હતો. જેમ જેમ કોંગ્રેસના કાર્યકરો આવે તેમ તેમ એક-એક કરીને તેમની ટીંગાટોળી કરીને પોલીસ તેમની અટકાયત કરવા લાગી હતી.

કોંગ્રેસના કાર્યકરોને પકડવા માટે પોલીસને પરસેવો વળી ગયો હતો.કેટલાક સામાન્ય લોકોને પણ પોલીસ કોંગ્રેસના કાર્યકરો સમજી બેઠી હતી, જેથી પોલીસ તેમની પાછળ પણ પકડવા માટે દોડી હતી. એક વ્યક્તિએ કહ્યું હતું કે હું લગ્નની ખરીદી કરવા માટે આવ્યો છું, જોકે પોલીસ મને પકડીને લઇ જઇ રહી હતી. પોલીસે મને કહ્યું હતું કે તમે પણ ચાલો, જોકે પોલીસના કહેવા પ્રમાણે તે વ્યક્તિ કોંગ્રેસની કાર્યકર હતી, પરંતુ પોલીસે તેમને પકડતાં તેમણે સામાન્ય વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.

વડોદરા શહેર કોંગ્રેસ-પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા ત્યારે હરણી બોટકાંડમાં 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને બાળકોનાં માતા-પિતાને મુખ્યમંત્રી મળવાનો સમય આપતા નહોતા, જેથી બે નિર્દોષ બાળકોની માતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ હતી. આ સમયે મુખ્યમંત્રીએ બંને માતાને જાહેરમાં ખખડાવ્યા હતા કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યાં છો. ત્યાર બાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરા ક્રાઇમ બ્રાંચ અને વડોદરા પોલીસે બંને બહેનોના મોઢા દબાવ્યા અને તેમને ગુનેગારોની જેમ લઇ ગયાં. ક્રાઇમ બ્રાંચમાં 3 કલાક ગોંધી રાખ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ વડોદરાના સમા વિસ્તારમાં પાણી મુદ્દે વોર્ડ ઓફિસ ખાતે આંદોલન કરી રહેલી મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેના વિરોધમાં આજે વડોદરા શહેરના ગાંધી નગરગૃહ ખાતે સત્યાગ્રહ ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગાંધીના ગુજરાતમાં આજે ગાંધીવિચારનું અપમાન થઇ રહ્યું છે. ભાજપના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા છે કે જે લોકોએ ચૂંટાઇને તેમને મોકલ્યા છે તે પ્રજાને પણ તેઓ ભૂલી ગયા છે.તેમણે ઉમેર્યું હતું કે ભાજપ બેટી બચાવો અને મહિલા સશક્તીકરણની વાતો કરે અને હરણી બોટકાંડની બે બહેનો સાથે દુર્વ્યવહાર કર્યો છે,

કોઇ ગુનેગાર સાથે પણ આવો દુર્વ્યવહાર ન કરે. સમા વિસ્તારમાં પણ પોલીસ ઢસડી ઢસડીને લઇ ગયા હતા. ભાજપ પોલીસને આગળ કરીને પ્રજા અને કોંગ્રેસનો અવાજ દબાવે છે. આજે પણ શાંતિપૂર્ણ ધરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો, પરમિશન માગવામાં આવે, તેમ છતાં પોલીસ પરવાનગી આપતી નથી. શું આ લોકશાહી છે. આને તાનાશાહી કહેવાય, પ્રજા સાથે અત્યાચાર થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના પૂતળા ભાજપ જાહેરમાં બાળે છે, તેમ છતાં અત્યારસુધી ભાજપના કોઇ નેતા સામે પોલીસ કેસ થયો નથી. રાવપુરાના પોલીસના અધિકારીઓ ત્યાં બોડીગાર્ડ બનીને ઊભા રહ્યા અને પૂતળા બાળવા દીધા હતા અને એસીપીએ નિવેદન આપ્યું કે પરવાનગી લીધેલી છે. અમને ધરણાં કરવાનો અધિકાર નથી, આટલી બધી દાદાગીરી અને તાનાશાહી છે.

પોલીસે આજે અમને ગાંધી નગરગૃહ ખાતે ધરણાં કરવા દીધા નહીં અને અમારી અટકાયત કરી, જેથી અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે અમે ધરણાં પર બેઠા છીએ.2 એપ્રિલ, 2025ના વડોદરાના આજવા રોડ પરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં રૂ.1156 કરોડનાં વિકાસકામોના ખાતમુહૂર્ત-લોકાર્પણનો કાર્યક્રમ હતો. આ સમયે મુખ્યમંત્રીના ચાલુ ભાષણે બોટકાંડમાં પોતાના વહાલસોયાને ગુમારનારાં સરલા શિંદે અને સંધ્યા નિઝામા ઊભાં થઈને ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ન્યાય અંગે રજૂઆત કરતાં મામલો ગરમાયો હતો.

બાદમાં પોલીસે માતાઓનો અવાજ દબાવવા માટે મોઢા પર હાથ મૂકી કાર્યક્રમ હોલની બહાર લઈ ગઈ હતી. 469 દિવસ પછી પણ ન્યાય માટે લડતી માતાઓને સાંભળવાની જગ્યાએ મુખ્યમંત્રીએ તમે પ્રી-પ્લાન અને ખાસ એજન્ડા સાથે આવ્યાં છો, કહી અપમાન કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષની સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ

આ પણ વાંચો:ગોંડલમાં રીબડાના અમિત ખૂંટ નામના યુવકે કરી આત્મહત્યા, દુષ્કર્મનો ગંભીર આરોપ

આ પણ વાંચો:નવસારીમાં ભાજપના કાર્યકરે આદિવાસી યુવતીને ફોસલાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, એટ્રોસિટીની પણ ફરિયાદ