Gujarat News : આગામી પાંચ દિવસ રાજ્યમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. ઉપરાંત ભારે પવન અને ગાજવીજ સાથે કરા પડવાની પણ આગાહી છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે.
તો અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી છે. મોરબી, અને રાજકોટમાં પણ કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય રાજ્યના ખેડૂતો માટે અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. કેરી પકવતા ખેડૂતો માટે અંબાલાલ પટેલે ચેતવણી આપી છે.
રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે. કચ્છ, ઉત્તર ગુજરાત, સોરાષ્ટ્રના ભાગોમાં માવઠાની શક્યતા છે. કમોસમી વરસાદ સાથે કરા પડવાની પણ શક્યતા છે. 8 મેના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. કમોસમી વરસાદને કારણે કેરી પકવતા ખેડૂતને મોટું નુકસાન થવાની શક્યતા છે.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
