Godhra/ ગોધરામાં CGSTના દરોડા, કરચોરી કરનારા વેપારીઓમાં ફફડાટ

ગોધરામાં મોટી કરચોરીની આશંકાએ CGST દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

Top Stories Gujarat Others Breaking News

CGST Raids : ગોધરામાં સેન્ટ્રલ જીએસટીના દરોડા પડ્યા છે. સ્ટેશન રોડ વિસ્તારમાં CGSTએ દરોડા પાડ્યા. ખાધ્ય તેલના વેપારીઓ સહિત જથ્થાબંધ વિક્રેતાઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આજે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને, ખાધ્ય તેલના વેપારીઓ અને અન્ય જથ્થાબંધ વિક્રેતાઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, મોટા પાયે કરચોરી થઈ હોવાની શંકાને આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે. CGSTની ટીમો દસ્તાવેજોની તપાસ કરી રહી છે અને વધુ તપાસ કરી રહી છે. ભારત એન્ટરપ્રાઈઝ જેવી મોટી તેલની કંપની સહિત અનેક સ્થળોએ CGSTની ટીમોએ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. અચાનક દરોડાને પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ ઘટનાને લઈને વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, આવા દરોડાથી વેપાર-ધંધાને અસર થાય છે અને ભરોસો ઓછો થાય છે. CGST દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની વધુ વિગતો થોડા સમયમાં સામે આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં ઓઈલ અને સ્ક્રેપના વેપારીઓને ત્યાં CGST ના દરોડા, અંદાજે 200 કરોડની કરચોરી

આ પણ વાંચો: રાજકોટમાં બિલ્ડર જૂથ પર CGSTના દરોડાનો મામલો

આ પણ વાંચો: રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા