Ajab Gajab News/ પ્રતિદિન સાંજે અહિં આકાશમાં રચાય છે કુદરતનો અજબ ખેલ…લાલ પરીઓનું ઝુંડ જોઇને નજર થંભી જશે!

આજકાલ સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો (Scarlet Ibis Brazil Video) લોકોનું ધ્યાન આકર્ષી રહ્યો છે. આમાં સેંકડો લાલ રંગના પક્ષીઓ એક સાથે ઉડતા…

Ajab Gajab News Trending
Scarlet Ibis Brazil Video...આ વીડિયોમાં સેંકડો પંખીઓ એવા ઉડે છે જાણે beautiful લાલ પરીઓનું ઝુંડ!

Ajab Gajab News: એક સુંદર વીડિયો બ્રાઝીલના પર્નાઈબા ડેલ્ટાનો (Scarlet Ibis Brazil Video) હોવાનું જણાવવામાં આવે છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે સૂરજ ઢળવાના સમયે આકાશમાં લાલ રંગના સેંકડો પંખીઓ એક સાથે ઉડી રહ્યાં છે.

પ્રકૃતિ (Nature) એટલી તો સુંદર છે કે કેટલીક વખત અમુક દ્રશ્યો જોઈને વિશ્વાસ કરવો પણ કઠિન થઈ જાય છે! જોઈને નવાઈ લાગે છે કે આપણી ધરતી પર પણ કેટલી બધી સુંદર વસ્તુઓ હાજર છે! ક્યાંક પહાડોની વચ્ચે વાદળોની ચાદર મન મોહી લે છે તો ક્યાંક ખુલ્લા ગગનમાં વિહાર કરતા પંખીઓનું ઝુંડ એક એવું રમણીય દ્રશ્ય ઊભું કરે છે કે જેને લોકો લાંબો સમય યાદ રાખે છે. આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક સુંદર વીડિયો લોકોનું ધ્યાન આકર્ષી રહ્યો છે. આમાં સેંકડો લાલ રંગના પક્ષીઓ એક સાથે ઉડતા અને હર્યાભર્યા લીલા વૃક્ષો પર બેઠેલા જોવા મળે છે. આ દ્રશ્ય એટલું તો મનમોહક છે કે પ્રથમ નજરમાં જ લાગે છે કે જાણે વૃક્ષો પર અઢળક લાલ રંગના ફૂલો ન ખીલ્યા હોય!

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો (Scarlet Ibis Brazil Video)
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો (Scarlet Ibis Brazil Video)

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો (Scarlet Ibis Brazil Video)

આ સુંદર વીડિયો બ્રાઝીલના પર્નાઈબા ડેલ્ટાનો (Scarlet Ibis Brazil Video) હોવાનું જણાવવામાં આવે છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે સૂરજ ઢળવાના સમયે આકાશમાં લાલ રંગના સેંકડો પંખીઓ એક સાથે ઉડી રહ્યાં છે. થોડી જ વારમાં એ આસપાસના હર્યાભર્યા વૃક્ષો પર આવીને બેસી જાય છે અને લાલ રંગના આ પંખીઓથી વૃક્ષની ડાળીઓ એવી લાગે છે કે જાણો એના પર લાલ રંગના ફૂલોના ગુચ્છા ન હોય! સૂરજની સોનેરી રોશની અને પક્ષીઓના ચમકદાર રંગ આ દ્રશ્યને ઓર ખાસ બનાવે છે અને જોઇને લાગે છે વાહ રે કુદરત…અજબ તારી લીલા!

વાસ્તવમાં આ સુંદર મજાના પક્ષીઓને સ્કાર્લેટ આઈબિસ (Scarlet Ibis) કહેવામાં આવે છે. બ્રાઝીલમાં એમને ગુઆરા (Guara Birds) નામથી પણ ઓળખવામાં આવે છે. એમની સૌથી મોટી ઓળખ એમના શરીર અને પાંખોનો ચટકીલો લાલ રંગ (Shiny Red Coloured Wings birds) છે. આ પક્ષીઓ દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં મળી આવે છે અને ખાસ કરીને તટીય ક્ષેત્રો, કાદવયુક્ત જમીન અને મેંગ્રોવની આસપાસ એમનું રહેઠાણ હોય છે.

Scarlet Ibis Brazil Video- Guara Birds
Scarlet Ibis Brazil Video- Guara Birds

આખરે આટલો લાલ રંગ શી રીતે હોય છે આ પંખીનો?

આ પક્ષીઓ (Scarlet Ibis Brazil)ના ચમકીલા લાલ રંગની પાછળ એમની ખાણીપીણીની મુખ્ય ભૂમિકા હોય છે. એ મુખ્યત્વે નાના કરચલા, ઝીંગા અને અન્ય જળચર જીવો (Sea Creatures)નું ભક્ષણ કરે છે. એમના ભોજનમાં રહેલું કૅરોટીનૉઇડ એમના પાંખોના લાલ રંગ માટે કારણભૂત છે. આ જ કારણે અન્ય પક્ષીઓથી આ સ્કાર્લેટ આઈબિસ બિલકુલ અલગ અને આકર્ષક દેખાય છે.

વીડિયો (Scarlet Ibis Brazil Video) જોઈને લોકો ખુશ થઈ ગયા

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે. સેંકડો લાલ પક્ષીઓને એક સાથે ઉડતા અને ઝાડ પર બેઠેલા જોઈને લોકો આશ્ચર્યચકિત્ થાય છે. કોઈ એને કુદરતનો જાદુ દર્શાવે છે તો કોઈને આ લાલ પરીઓના ઝુંડ જેવું લાગે છે અને કહે છે કે આવું દ્રશ્ય જીવનમાં એક વાર તો અવશ્ય જોવું જોઈએ. કેટલાય યૂઝર્સ એને કુદરતની સૌથી ખૂબસૂરત રચના પૈકી એક ગણાવી રહ્યાં છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :