Dharma & Bhakti/ શુક્રદેવનો 6 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ…શુક્ર ગોચર થી આ 3 રાશિઓનો તણાવ વધશે..!

Shukra Gochar (શુક્ર ગોચર) આ 6 ફેબ્રુઆરીએ શુક્રદેવનો કુંભ રાશિમાં પ્રવેશ થવાથી સર્જાશે અને એનાથી 3 રાશિઓ પર એની નકારાત્મક અસરો થઇ શકે છે!

Trending Religious Rashifal Dharma & Bhakti
Shukra Gochar, શુક્ર ગોચર, 6 ફેબ્રુઆરી

Dharm & Bhakti: શુક્રને પ્રેમ, આકર્ષણ, ધન, સૌંદર્ય, સુખ-સુવિધા, સંબંધોમાં મીઠાશ તથા જીવનમાં ખુશીઓનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ આ ગ્રહ શુભ સ્થિતિમાં હોય છે ત્યારે વ્યક્તિના જીવનના સુખ, સૌંદર્ય અને આકર્ષણમાં વૃદ્ધિ થાય છે. પરંતુ આ શુક્ર ગોચર (Shukra Gochar) કેટલીક રાશિઓ માટે પડકારજનક અને અશુભ સાબિત પણ થઇ શકે છે!

શુક્ર ગોચર (Shukra Gochar)ની અસરો

હિન્દુ સનાતન ધર્મમાં જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.એના મુજબ, ગ્રહો એક નિશ્ચિત સમયાવધિએ પોતાની રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે અને એની અસરો તમામ 12 રાશિઓ (Zodiac Signs) પર અલગ-અલગ પ્રકારે પડતી જોવા મળે છે. 6 ફેબ્રુઆરી 2026 (6 Febuary 2026)ના રોજ શુક્ર ગ્રહ (Venus, Shukra Grah) કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે જે વિભિન્ન રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને પ્રેમ (Love), આકર્ષણ, ધન, સૌંદર્ય, સુખ-સુવિધા, સંબંધોમાં મીઠાશ તથા જીવનમાં ખુશીઓનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ આ ગ્રહ શુભ સ્થિતિમાં હોય છે ત્યારે વ્યક્તિના જીવનના સુખ, સૌંદર્ય અને આકર્ષણમાં વૃદ્ધિ થાય છે. પરંતુ આ શુક્ર ગોચર કેટલીક રાશિઓ માટે પડકારજનક અને અશુભ (Ashubh) સાબિત પણ થઇ શકે છે! તો ચાલો જાણીશું આ 3 રાશિઓ (Rashi) કઇ-કઇ છે?

Shukra Gochar, શુક્ર ગોચર, 6 ફેબ્રુઆરી

મીન રાશિ

મીન રાશિ (Meen Rashi)ના જાતકો માટે આ ગોચર થોડી પડકારજનક પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. સ્વાસ્થ્ય પણ નબળું પડી શકે છે, માનસિક તણાવ વધી શકે છે અને વેપારમાં નુકસાનનું જોખમ જણાઇ રહ્યું છે! કોઇ પણ કાર્ય કરતા પહેલા એની સમજી-વિચારીને યોજના બનાવી લેવી. નવા કામનો પ્રારંભ થોડા સમય માટે ટાળવો. વાણી પર નિયંત્રણ રાખવું અને કઠોર શબ્દપ્રયોગ ન કરવા એ આ સમયે અત્યંત જરુરી છે. આ રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી આ સમયગાળા દરમિયાન મેડિટેશન (Meditation) અને પૂરતી ઊંઘ લેવી તમારા માટે હિતાવહ રહેશે.

Shukra Gochar, શુક્ર ગોચર, 6 ફેબ્રુઆરી

ધનુ રાશિ

ધનુ રાશિ (Dhanu Rashi)ના જાતકો માટે શુક્રનું આ ગોચર નુકસાન અને સંઘર્ષનો યોગ રચવા જઇ રહ્યું છે. કૌટુંબિક સંબંધોમાં ખેંચતાણ સર્જાઇ શકે છે. લગ્નજીવન (Marriage Life)માં વિવાદો ઊભા થઇ શકે છે. વેપાર અથવા આવકના મામલે પણ કઠિન અને તંગ પરિસ્થિતિ રહેવાના યોગ બની રહ્યા છે. આ સમયે કડવા કે અપમાનજનક શબ્દોનો પ્રયોગ બિલકુલ ન કરવો હિતાવહ રહેશે.

Shukra Gochar, શુક્ર ગોચર, 6 ફેબ્રુઆરી

કન્યા રાશિ

આ સમયે કન્યા રાશિ (Kanya Rashi)ના જાતકો માટે શુક્રનું આ ગોચર અસ્થાયી રુપે અશુભ પ્રભાવ ઉત્પન્ન કરી શકે છે. આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. વેપારમાં નુકસાન થવાની સંભાવના છે. દુર્ઘટના (Accident) કે નાના વાદ-વિવાદના યોગ સર્જાઇ શકે છે. આથી જ વાણી અને વ્યવહાર પર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે. સંયમ અને સતર્કતા આ દરમિયાન શુભ ફળ પ્રદાન કરશે.

Shukra Gochar, શુક્ર ગોચર, 6 ફેબ્રુઆરી

શુક્રના નકારાત્મક પ્રભાવોને ઓછા કરવાના ઉપાયો

1. સફેદ રંગના કપડા (White Cloths) પહેરવા.

2. સફેદ વસ્તુઓનું દાન (Daan) કરવું જેમ કે, ખાંડ, ચોખા વગેરે…

3. ગરીબોને, વિશેષ કરીને, શુક્રવાર (Friday)ના દિવસે ખીર બનાવીને ખવડાવવી જોઇએ.

આ ઉપાયો કરવાથી શુક્રના નકારાત્મક પ્રભાવોને ઓછા કરી શકાય છે. આમ કરવાથી જીવનમાં સંતુલન અને સકારાત્મક ઊર્જા જળવાઇ રહેશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: ધનના દાતા શુક્ર બનાવશે પૂરા 165 વર્ષો બાદ અદ્ભૂત અર્ધકેન્દ્ર યોગ…આ રાશિઓ યશ-ધન કમાશે..!

આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!