Entertainment News/ બોલીવુડમાં વધુ એક ગ્રાન્ડ વેડિંગ: અર્જુન રામપાલે 15 વર્ષ નાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે ગોવામાં લીધા સાત ફેરા.

બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલ (Arjun Rampal) અને તેની 15 વર્ષ નાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમિટ્રીએડ્સે 7 વર્ષના ડેટિંગ બાદ ગોવામાં સાદગીથી રજિસ્ટર્ડ લગ્ન કરી લીધા છે.

Entertainment
Arjun Rampal Married his girlfriend

Entertainment News : બોલીવુડના હેન્ડસમ હંક અર્જુન રામપાલ ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યા છે. છેલ્લા 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહેલા અર્જુન રામપાલ અને દક્ષિણ આફ્રિકન મોડલ ગેબ્રિએલા ડિમિટ્રીએડ્સે (Gabriella Demetriades)આખરે પોતાના સંબંધને કાયદાકીય અને સત્તાવાર સ્વરૂપ આપી દીધું છે. 21 ઓગસ્ટના રોજ ઉત્તર ગોવાના માપુસા ખાતે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં બંનેએ અત્યંત સાદગીપૂર્ણ રીતે મેરેજ રજિસ્ટર કરાવ્યા હતા.

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) હેઠળ ગોવામાં રજિસ્ટર્ડ મેરેજ

અર્જુન રામપાલ (Arjun Rampal)અને ગેબ્રિએલાએ કોઈ મોટા ભવ્ય આયોજનના બદલે માત્ર નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા..બંને સાંજે આશરે 4 વાગ્યાના સુમારે સાદા પોશાકમાં સબ રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા (Court Marriage ) હતા, જ્યાં સબ રજિસ્ટ્રાર સૂરજ વર્નેકરે તેમના લગ્ન રજિસ્ટર કર્યા હતા.ગોવામાં અમલી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંતર્ગત બંનેએ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને પતિ-પત્ની બનવાનો નિર્ણય લીધો હતો.

ARJUN

7 વર્ષનું લીવ-ઇન રિલેશનશિપ અને બે પુત્રોના પિતા

અર્જુન રામપાલ અને ગેબ્રિએલા વર્ષ 2019 થી એકબીજા સાથે લીવ-ઇનમાં રહી રહ્યા હતા..આ સંબંધ દરમિયાન ગેબ્રિએલાએ બે પુત્રો ‘અરિક’ અને ‘અરિવ’ ને જન્મ આપ્યો છે..ઉંમરમાં 15 વર્ષનો તફાવત ધરાવતા આ યુગલે 2025 માં સગાઈ કરી હોવાનો ખુલાસો રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં કર્યો હતો, જ્યાં અર્જુને સંબંધને સત્તાવાર સ્વરૂપ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

અર્જુન રામપાલના પ્રથમ લગ્ન અને છૂટાછેડાનો ભૂતકાળ

ઉલ્લેખનીય છે કે અર્જુન રામપાલના પ્રથમ લગ્ન ભૂતપૂર્વ મોડલ મહેર જેસિયા સાથે થયા હતા, જેમનાથી તેમને બે પુત્રીઓ ‘માહિરા’ અને ‘માહિકા’ છે..અર્જુન અને મહેર જેસિયાએ વર્ષ 2018 માં એકબીજાથી અલગ થઈને કાયદાકીય છૂટાછેડા લીધા હતા.પ્રથમ લગ્નજીવનના અંત બાદ અર્જુનના જીવનમાં ગેબ્રિએલાની એન્ટ્રી થઈ હતી અને હવે બંનેએ સત્તાવાર રીતે પોતાના નવા જીવનની શરૂઆત કરી છે.


આ પણ વાંચો : રિયા ચક્રવર્તીનો છલકાયો દર્દ: ‘ધ ટ્રેટર્સ 2’માં ટ્રેટર બનવાનો કેમ કર્યો ઇનકાર?

આ પણ વાંચો :તાપસી પન્નુની ‘ગાંધારી’નો ફર્સ્ટ લુક જાહેર, આ દિવસે Netflix પર થશે રિલીઝ

આ પણ વાંચો :અર્જુન બિજલાનીનો કાર અકસ્માત, શૂટિંગથી પરત ફરતી વખતે થયો હાદસો