New Delhi News/ દિલ્હીમાં કોળી સમાજની સમાધાન બેઠક

21 જૂને દિલ્હીમાં કોળી સમાજ (Koli Community)ના અલગ-અલગ અધિવેશનો યોજાનાર છે

India
દિલ્લીમાં કોળી સમાજ (Koli Community)ના રાષ્ટ્રીય પ્રમુખ પદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ગરમાયો છે

New Delhi News : દિલ્લીમાં કોળી સમાજ (Koli Community)ના રાષ્ટ્રીય પ્રમુખ પદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ગરમાયો છે. એક જ સંગઠનમાં બે પ્રમુખ હોવાના મુદ્દે સમાજના બે મોટા જૂથો આમને-સામને આવી ગયા છે. આ વિવાદને ઉકેલવા માટે દિલ્હીમાં મહત્વપૂર્ણ સમાધાન બેઠક યોજાઈ હતી.

આ બેઠક સાંસદ Rajesh Chudasamaના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં બંને જૂથોના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સમાજમાં એકતા જળવાઈ રહે અને આગામી સમયમાં કોઈ વિખવાદ ન સર્જાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

માહિતી અનુસાર, 21 જૂને દિલ્હીમાં કોળી સમાજ (Koli Community)ના અલગ-અલગ અધિવેશનો યોજાનાર છે. એક અધિવેશન Kunvarji Bavaliya જૂથ તરફથી બોલાવવામાં આવ્યું છે, જ્યારે બીજું અધિવેશન Virendra Kashyap જૂથ દ્વારા યોજાશે.

સમાધાન બેઠકમાં વિરૂધ્ધ કશ્યપ જૂથ તરફથી રામસ્વરૂપ શૈલેષ હાજર રહ્યા હતા, જ્યારે બાવળીયા જૂથમાંથી સી.કે. પીઠાવાલા અને પ્રવીણ કોળી ઉપસ્થિત રહ્યા હતા. બંને પક્ષોએ સમાજના હિતને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.

કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી મતભેદ ચાલી રહ્યા છે. બંને જૂથો પોતપોતાના દાવા મજબૂત બનાવી રહ્યા છે, જેના કારણે સમાજમાં ગૂંચવણભરી સ્થિતિ ઉભી થઈ છે. હવે 21 જૂનના બંને અલગ-અલગ સંમેલનો પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો : “2027માં બદલો લેશે કોળી સમાજ!” નવનીત બાલધિયાને કડક ચીમકી

આ પણ વાંચો : કોળી સમાજમાં પણ પડ્યા ફાંટાઃ વૈકલ્પિક રાજકીય નેતાગીરીને સમર્થન

આ પણ વાંચો : બગદાણામાં યોજાનાર કોળી સંમેલનથી કોળી સમાજના નેતાઓ અજાણ!