World News/ અમેરિકા વિરુદ્ધ મોટું ષડયંત્ર? પરમાણુ રહસ્યો જાણતા વૈજ્ઞાનિકો રહસ્યમય રીતે ગાયબ

અમેરિકાના પરમાણુ રહસ્યો જાણતા 10 Scientists રહસ્યમય રીતે ગુમ અથવા મૃત મળી આવતા ખળભળાટ મચ્યો છે. વ્હાઈટ હાઉસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જાણો શું છે આખી ઘટના.

Top Stories international World
Scientists

US Nuclear Scientists Missing: અમેરિકામાં અત્યંત સંવેદનશીલ પરમાણુ અને અંતરિક્ષ રહસ્યો સાથે જોડાયેલા 10 વૈજ્ઞાનિકોના રહસ્યમય ગુમ થવા અથવા મોતના સમાચારે ટ્રમ્પ પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી છે. વર્ષ 2024ના મધ્યથી શરૂ થયેલો આ સિલસિલો હવે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો બની રહ્યો છે. વ્હાઈટ હાઉસે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને તપાસ એજન્સીઓ પાસે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

ટોપ સિક્રેટ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા હતા Scientists

ચોંકાવનારી વિગત એ છે કે આ તમામ 10 વૈજ્ઞાનિકો (Scientists) અમેરિકાની સુરક્ષા અને ગુપ્ત હથિયારોના અત્યંત ક્લાસિફાઈડ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા હતા. જ્યારે આટલી મહત્વની કક્ષાના લોકો એક પછી એક શંકાસ્પદ રીતે ગાયબ થાય અથવા મૃત હાલતમાં મળી આવે, ત્યારે કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ષડયંત્રની આશંકા સેવાઈ રહી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી (Scientists) કેરોલિન લીવિટે ખાતરી આપી છે કે સરકાર આ મામલાના મૂળ સુધી જશે.

વ્હાઈટ હાઉસની પ્રેસ બ્રીફિંગમાં થયો ખુલાસો

આ સમગ્ર રહસ્ય ત્યારે વધુ ઘેરું બન્યું જ્યારે વ્હાઈટ હાઉસની પ્રેસ બ્રીફિંગ દરમિયાન પત્રકાર પીટર ડૂસીએ તીખો સવાલ પૂછ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે જે વૈજ્ઞાનિકો પાસે પરમાણુ રહસ્યોની માહિતી હતી, તેમના ગુમ થવા પાછળ શું સરકાર કોઈ તપાસ કરી રહી છે? જેના જવાબમાં કેરોલિન લીવિટે સ્વીકાર્યું હતું કે આ રિપોર્ટ ગંભીર છે અને સુરક્ષા એજન્સીઓ સાથે આ અંગે ટૂંક સમયમાં ચર્ચા કરવામાં આવશે.

ષડયંત્રની આશંકા અને સુરક્ષા પર સવાલ

અમેરિકાના આ ‘માસ્ટરમાઈન્ડ‘ વૈજ્ઞાનિકો સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે, તે કોઈ મોટા જોખમનો સંકેત હોઈ શકે છે. જો પરમાણુ રહસ્યોના જાણકાર સુરક્ષિત નથી, તો દેશની ગુપ્ત માહિતી દુશ્મન દેશોના હાથમાં જવાની પણ ભીતિ છે. હાલમાં અમેરિકી ગુપ્તચર એજન્સીઓ આ તમામ કેસો વચ્ચે કોઈ સમાન કડી છે કે નહીં તેની તપાસમાં લાગી ગઈ છે.


આ પણ વાંચો :   ઈરાનની રેડ સી નાકાબંધીની ધમકી વચ્ચે શાંતિ મંત્રણા તેજ, ટ્રમ્પનો ઈઝરાયલ-લેબનોન પર મોટો દાવો

આ પણ વાંચો :    કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.