જમ્મુ-કાશ્મીર અને Earthquake લદ્દાખમાં છેલ્લા 24 કલાકમાં છઠ્ઠી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસમાં આ પ્રકારના ધરતીકંપની આંચકા અનુભવાયા તે અત્યંત ચિંતાજનક વાત છે. એક જ દિવસમાં આટલા આંચકા ક્યારેય આવતા નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રવિવારે (18 જૂન) સવારે 8.28 વાગ્યે લેહ, લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 4.3 હતી. આ પહેલા પણ પાંચ વખત ભૂકંપ આવી ચૂક્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે (17 જૂન) બપોરે 2:30 વાગ્યે પહેલો ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 3.0 હતી.
ત્યાર બાદ લેહમાં બીજો આંચકો Earthquake અનુભવાયો હતો જે શનિવારે રાત્રે લગભગ 9.44 કલાકે આવ્યો હતો અને જેની તીવ્રતા 4.5 હતી. ત્રીજો આંચકો જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભારત-ચીન સરહદ પાસે રાત્રે 9.55 વાગ્યે આવ્યો આ ભૂકંપની તીવ્રતા 4.4 હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ઉત્તરપૂર્વ લેહમાં ચોથો ભૂકંપ રવિવારે સવારે 2.16 વાગ્યે અનુભવાયો હતો જેની તીવ્રતા 4.1 હતી. જો કે ભૂકંપ બાદ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ત્યાર બાદ રવિવારે સવારે 3.50 વાગ્યે જમ્મુ-કાશ્મીરના કટરામાં પાંચમો અને છેલ્લો આંચકો અનુભવાયો જેની તીવ્રતા ફરી 4.1 હતી.
ભારતીય હવામાન વિભાગના એક અધિકારીના Earthquake જણાવ્યા અનુસાર, બપોરે 2 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથેના પહાડી રામબન જિલ્લામાં હતું. ભૂકંપની ઊંડાઈ સપાટીથી પાંચ કિલોમીટર નીચે 33.31 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 75.19 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતી.
જમ્મુ-કાશ્મીરમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ Earthquake રહ્યા છે. મળતી માહિતી મુજબ ડોડા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં આ સાતમો ભૂકંપ હતો. આ સાથે ચિનાબ ઘાટીમાં આઠ કલાકમાં 3.0 અને 4.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરને ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. જો છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો આ આંચકા ખાસ કરીને ડોડા, કિશ્તવાડ અને રામબનમાં અનુભવાયા હતા.
આ પણ વાંચોઃ હત્યા/ દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસમાં સ્ટુડન્ટની ચાકુ મારી હત્યા, ક્લાસ દરમિયાન શરૂ થયો વિવાદ
આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડાની કચ્છમાં તબાહી પછી રાજસ્થાનમાં બરબાદીઃ સાંચોરમાં ડેમ તૂટ્યો
આ પણ વાંચોઃ Boat Accident/ ગ્રીસમાં બોટ ઊંધી વળતા 300 પાક માઇગ્રન્ટ્સના મોત
આ પણ વાંચોઃ રથયાત્રા/ 146મી રથયાત્રાના નિમિતે ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ, તૈયારી પૂર જોશથી
આ પણ વાંચોઃ અંબાજી/ વાવાઝોડાના લીધે અંબાજીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા
આ પણ વાંચોઃ Solar Plant/ વાવાઝોડાના લીધે સોલર પ્લાન્ટ સંપૂર્ણપણે બરબાદ
