ICC Womens Cricket World Cup: સ્મૃતિ મંધાના હવે ફક્ત ભારતની જ નહીં વર્લ્ડ ક્રિકેટની ટોપ બેટવુમન બની ગઈ છે. તેના કારણે હવે વીમેન્સ ક્રિકેટમાં હવે તેને રેકોર્ડ તોડ મંધાના કહેવાય છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની મેચ દરમિયાન વન-ડે ક્રિકેટમાં એક જ કેલેન્ડર વર્ષમાં હજાર રન પૂરા કરવાની અનોખી સિદ્ધિ મેળવી હતી. વીમેન્સ ક્રિકેટમાં આ પ્રકારની સિદ્ધિ કોઈ મેળવી શક્યું નથી.
સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે આ મેચમાં ભારતીય ટીમને મજબૂત શરૂઆત અપાવી. બંને ખેલાડીઓએ પાવરપ્લેમાં કેટલાક પ્રભાવશાળી શોટ રમ્યા. ભારતીય ટીમે આ ઇનિંગ્સમાં 331 રનનો સ્કોર કર્યો.
સ્મૃતિ મંધાના એક કેલેન્ડર વર્ષમાં મહિલા ODI માં 1,000 રન બનાવનાર પ્રથમ બેટવુમન બની. આ પહેલા કોઈ અન્ય મહિલા ખેલાડીએ આ સિદ્ધિ મેળવી ન હતી. આ પહેલાનો શ્રેષ્ઠ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કેપ્ટન બેલિન્ડા ક્લાર્કના નામે હતો, જેમણે 1997માં મહિલા વનડેમાં 80.83ની સરેરાશથી 970 રન બનાવ્યા હતા.
Smriti Mandhana in full flow 🚀
She becomes the first women’s cricketer to cross 1️⃣0️⃣0️⃣0️⃣ ODI runs in a calendar year 👏
Watch #INDvAUS LIVE in your region, #CWC25 broadcast details here ➡️ https://t.co/7wsR28PFHI pic.twitter.com/ix0BCVi6p1
— ICC (@ICC) October 12, 2025
સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે મહિલા વનડેમાં 14મી વખત 50 થી વધુ રનની ભાગીદારી કરી છે. સ્મૃતિ અને પ્રતિકા હવે મહિલા વનડેમાં ભારત માટે પચાસથી વધુ રનની ભાગીદારીમાં બીજા ક્રમે છે. તેઓએ અંજુમ ચોપરા અને મિતાલી રાજને પાછળ છોડી દીધા છે, જેમણે મહિલા વનડેમાં 13 પચાસથી વધુ રનની ભાગીદારી કરી છે.
મહિલા વનડેમાં સૌથી વધુ 50 થી વધુ રનની ભાગીદારી (ભારતીય ખેલાડીઓ)
18- હરમનપ્રીત કૌર અને મિતાલી રાજ (56 ઇનિંગ્સ)
14- સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ (21 ઇનિંગ્સ)*
13- અંજુમ ચોપરા અને મિતાલી રાજ (57 ઇનિંગ્સ)
13- મિતાલી રાજ અને પૂનમ રાઉત (34 ઇનિંગ્સ)
સ્મૃતિ મંધાનાએ મહિલા વનડેમાં 5,000 રન પણ પૂરા કર્યા. તે આ સિદ્ધિ મેળવનારી બીજી ભારતીય અને વિશ્વની પાંચમી ખેલાડી બની. સ્મૃતિએ માત્ર 112 ઇનિંગ્સમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું. સ્મૃતિ મહિલા વનડેમાં સૌથી ઓછી ઇનિંગ્સ અને બોલમાં 5,000 રન બનાવનારી ખેલાડી છે. તેણે સ્ટેફની ટેલર (129 ઇનિંગ્સ) અને સુઝી બેટ્સ (6,182 બોલ) ના રેકોર્ડ તોડ્યા.
આ પણ વાંચો: sports news/શુભમન ગિલની સમજવાની ભૂલને કારણે યશસ્વી સદી ફટકારતાં ચૂક્યો
આ પણ વાંચો: sports news/યશસ્વી જયસ્વાલે 7મી ટેસ્ટ સદી ફટકારી, વેસ્ટ ઈન્ડિઝ સામે મોટો રેકોર્ડ બનાવ્યો
આ પણ વાંચો: India vs Pakistan/ICC Womens World Cup 2025: ભારતે પાકિસ્તાનને 88 રને હરાવ્યું
