જાપાનના પીએમ પર હુમલો/ જાપાનના પીએમ કિશિદા પર હુમલોઃ માંડ-માંડ બચ્યા

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર હુમલો થયો છે. Japan PM Attack તેઓ જે સભા સંબોધી રહ્યા હતા ત્યાં પહેલા ધડાકો થયો હતો. તેઓ ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.

Top Stories World

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર હુમલો થયો છે. Japan PM Attack તેઓ જે સભા સંબોધી રહ્યા હતા ત્યાં પહેલા ધડાકો થયો હતો. તેઓ ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ તરત જ હુમલાખોરનો પકડી પાડી તેના પર અંકુશ મેળવ્યો હતો. દ્વારા વડાપ્રધાનને તાત્કાલિક સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

ધ જાપાન ટાઈમ્સ અનુસાર, વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા વાકાયામા શહેરમાં તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ આ વિસ્ફોટ થયો હતો. Japan PM Attack સ્મોક બોમ્બ ફેંકાયા બાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો સુરક્ષિત જગ્યાએ જવા માટે દોડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક વ્યક્તિને પણ પકડી લીધો હતો.

સભામાં વિસ્ફોટ બાદ પીએમ કિશિદા માંડ-માંડ બચ્યા હતા. Japan PM Attack તેઓ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવાના હતા. જાપાનમાં વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા ભારતના પીએમ જેવી નથી. જાપાનમાં ખૂબ કડક કાયદા છે. ત્યાં બહુ ઓછા વિદેશી લોકો છે. સુરક્ષિત દેશમાં સુરક્ષાની જરૂર નથી, પરંતુ શિન્ઝો આબે પર હુમલા બાદ પોલીસે તે અંગે સમીક્ષા કરી હતી અને અગાઉ સુરક્ષા વધુ ચુસ્ત રાખવામાં આવી હતી, પરંતુ હવે જાપાનની પોલીસ ફરી એકવાર વર્તમાન વડાપ્રધાનની નજર સામે આવી છે. બ્લાસ્ટને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરવી પડશે કારણ કે આવનારા સમયમાં હિરોશિમા શહેરમાં પણ G7ની તૈયારીઓ ચાલી રહી છે.

 

કિશિદા વર્ષ 2021માં પીએમ બન્યા હતા

ફ્યુમિયો કિશિદા વર્ષ 2021માં જાપાનના વડાપ્રધાન બન્યા. Japan PM Attack આ સાથે તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના પ્રમુખ છે. તેમણે 2012 થી 2017 સુધી વિદેશ પ્રધાન તરીકે સેવા આપી હતી અને 2017 માં કાર્યકારી સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી. 2017 થી 2020 સુધી, તેમણે LDP પોલિસી રિસર્ચ કાઉન્સિલના અધ્યક્ષ પણ હતા. તાજેતરમાં કિશિદા ભારત આવ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

https://twitter.com/yukiko_070/status/1647069663766126592?s=20

શિન્ઝો આબે પર તેમના ભાષણ દરમિયાન ઘાતક હુમલો

જાપાનમાં આ બીજી વખત છે જ્યારે કોઈ મોટા રાજનેતાની સુરક્ષાનો ભંગ થયો હોય. Japan PM Attack અગાઉ, ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે (67)ની ગયા વર્ષે 8 જુલાઈએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાષણ દરમિયાન શિન્ઝો આબે પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે તેમના પર ગોળીબાર થયો અને તેઓ અચાનક નીચે પડી ગયા. જે બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું.

2020માં પીએમ પદ પરથી રાજીનામું આપ્યું

શિન્ઝો જાપાનમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર કરી રહ્યા હતા. Japan PM Attack તેના પર કુલ બે ગોળીઓ ચલાવવામાં આવી હતી, પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે 41 વર્ષનો છે, તેની પાસેથી એક બંદૂક પણ મળી આવી છે. શિન્ઝો આબેએ ખરાબ તબિયતને કારણે વર્ષ 2020માં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેઓ જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા પીએમ છે.

 

આ પણ વાંચોઃ અતીક-બેનામી વ્યવહારો/ અતીક એહમદઃ 500 કરોડના નાણાકીય વ્યવહારોની આંટીઘૂંટીની અજબની જાળ

આ પણ વાંચોઃ પુણે અકસ્માત/ મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતમાં 16ના મોતઃ 25 ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ પક્ષ પલટો/ સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું,6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા