Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં ખાદ્યચીજોમાં ભેળસેળ સામે ફૂડ વિભાગની અગાઉની તપાસ બાદ મોટી કાર્યવાહી (Food Department Raid) કરવામાં આવી છે. ડીસા, પાલનપુર અને દાંતા વિસ્તારમાંથી લેવામાં આવેલા ઘી, ખાદ્યતેલ અને શ્રીખંડના નમૂનાઓ લેબોરેટરી તપાસમાં નિષ્ફળ (Food Sample Failed) સાબિત થયા હતા. આ મામલે નિવાસી અધિક કલેક્ટરની કોર્ટ દ્વારા કસૂરવાર ઠરેલી ચાર પેઢીઓને કુલ રૂ. 11 લાખનો દંડ ફટકારવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Food Department Raid: ડીસાની અમર ઇન્ડસ્ટ્રીઝને રૂ. 5 લાખનો દંડ
ડીસા સ્થિત મેસર્સ અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી (Amre Industries Deesa) ફૂડ વિભાગે મસ્ટર્ડ ઓઇલ એટલે કે રાઈના તેલનો નમૂનો લીધો હતો. લેબોરેટરી તપાસમાં આ નમૂનો નિષ્ફળ જતાં નિવાસી અધિક કલેક્ટરની કોર્ટ દ્વારા પેઢીને રૂ. 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પાલનપુરની શ્યામ ડેરીને બે નમૂના ફેલ થતાં રૂ. 5 લાખનો દંડ
પાલનપુરમાં જગાણા જૈન દેરાસર પાછળ આવેલી મેસર્સ શ્યામ ડેરીમાંથી (Shyam Dairy Palanpur) લેવામાં આવેલા બે નમૂનાઓ તપાસમાં નિષ્ફળ સાબિત થયા હતા. પેઢીના ‘સુખ પ્રીમિયમ કાઉ ઘી’ના નમૂના બદલ રૂ. 2.50 લાખ અને લૂઝ ઘીના નમૂના બદલ વધુ રૂ. 2.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, શ્યામ ડેરીને કુલ રૂ. 5 લાખનો દંડ થયો છે.
દાંતાની ચારભુજા આઈસ્ક્રીમને રૂ. 1 લાખનો દંડ
દાંતા સ્થિત મેસર્સ શ્રી ચારભુજા આઈસ્ક્રીમ એન્ડ ડેરી પાર્લરમાંથી ફૂડ વિભાગે ‘રાજભોગ શ્રીખંડ’નો નમૂનો લીધો હતો. ગુણવત્તાના ધોરણોમાં આ નમૂનો નિષ્ફળ જતાં કોર્ટ દ્વારા પેઢીને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ચાર પેઢીઓ સામેની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ
બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ પેઢીઓમાંથી લેવામાં આવેલા ખાદ્યચીજોના નમૂનાઓ નિષ્ફળ જવાના કેસમાં કુલ રૂ. 11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ વિભાગની આ કાર્યવાહીથી જિલ્લામાં ખાદ્યચીજોમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ફૂડ વિભાગની તપાસથી હોટલોમાં ફફડાટ: 60 પેઢીઓ ચેક, 6 હોટલને નોટિસ
આ પણ વાંચો: દિવાળીની મીઠાઈ-ફરસાણ પર ફૂડ વિભાગની નજર: ગીર સોમનાથમાં 22 નમૂના લેબમાં મોકલાયા
આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગના દરોડા, નારણપુરાની ભજીયા-પકોડાની દુકાન અને વટવાનું ભારત ફૂડ એકમ સીલ
