@અમિત રૂપાપરા
જો તમારા ઘરમાં નાનું બાળક હોય તો બાળકનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ કહેવાનું કારણ એવું છે કે સુરતમાં માતા-પિતા માટે ચેતવણી રૂપ સમાન એક કિસ્સો સામે આવ્યો છે. એક બાળક ઘરમાં રમતા રમતા એક નટ બોલ્ટ ગળી ગયો હતો. હવે આ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે. આ નટ બોલ બાળકની અન્નનળીમાં હોવાના કારણે ઓપરેશન કરવું શક્ય ન હોવાથી ડોક્ટર દ્વારા બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. આ નટ બોલ્ટ કુદરતી હાજરમાં નીકળી જાય તેવા પ્રયાસ ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઇમરાન શેખ નામના વ્યક્તિ પરિવારનો ગુજરાન ચલાવે છે. ઇમરાન શેખ કલર કામ કરે છે અને તેમને એક ચાર વર્ષનો પુત્ર પણ છે. ચાર વર્ષનો દીકરો નોમાન પોતાના ઘરમાં રમતો હતો. તે સમયે બાળકે રમત રમતમાં લોખંડનો નટ બોલ્ટ ગળી લીધો હતો. જોકે ત્યારબાદ બાળકને દુખાવો થતાં તેને માતા-પિતાને વાત કરી હતી અને ત્યારબાદ માતા-પિતા ચાર વર્ષના નોમાનને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તો સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી અને સૌપ્રથમ એક્સરે કરાવતા જાણવા મળ્યું હતું કે, આ નટબોલ્ટ બાળકની અન્નનળીમાં જતો રહ્યો છે.
ઓપરેશન કરીને આ નટ બોલ્ટને કાઢવાનું મુશ્કેલ હોવાથી હાલ આ બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. તો બાળકને કેળા ખવડાવવામાં આવી રહ્યા છે. તેમજ વધુ પ્રમાણમાં પાણી પીવાનું કહેવામાં આવ્યું છે અને ડોક્ટર દ્વારા નોમાનની અન્નનળીમાં ફસાયેલો લોખંડનો નટ બોલ્ટ કુદરતી હાજરમાં નીકળી જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે જ્યારથી આ બાળકની સારવાર શરૂ કરવામાં આવી છે ત્યારથી તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. નટ બોલ્ટ ધીમે ધીમે અન્નનળીમાંથી નીચે ઉતરતો હોય તેવું લાગી રહ્યું છે એટલે આ બોલ્ટ કુદરતી હાજતમાં નીકળી જાય તેવા પ્રયાસ ડોક્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:કેડી હોસ્પિટલના સોફ્ટવેરમાં સાયબર એટેક, 70 હજાર ડોલરની કરાઈ માગ
આ પણ વાંચો:ખેડૂતો માટેનું સબસીડી વાળું યુરિયા ખાતર ઉદ્યોગોને વેચવાનું કૌભાંડ ઝડપાયું
આ પણ વાંચો:બહેરામપુરામાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, અનેક અરજીઓ કર્યા પછી પણ તંત્રના આંખ આડા કાન
આ પણ વાંચો:શું તમે આઈસ્ક્રીમ કે, બરફ ગોળા ખાવ છો, તો ચેતીજાવ સુરતની આ દુકાનોના સેમ્પલ થયા ફેલ
