Not Set/ પીએમ મોદીએ સ્વીકાર્યો શકરસિંહ વાઘેલાનો આ ખાસ પ્રસ્તાવ

પીએમ નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું રાષ્ટ્રર્પણ કરી દીધું છે. જો કે છેલ્લા ઘણા સમયથી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પર રાજનીતિ થઇ રહી છે. Thank you very much PM @narendramodi for accepting the proposal from my letter to you regarding the museum of Rajwadas who strengthened the dream of United India by giving […]

Ahmedabad Top Stories Gujarat

પીએમ નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું રાષ્ટ્રર્પણ કરી દીધું છે. જો કે છેલ્લા ઘણા સમયથી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પર રાજનીતિ થઇ રહી છે.

જેને પગલે થોડા દિવસ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગ કરી હતી કે, આઝાદી સમયે પહેલું રજવાડું સમર્પિત કરનાર ભાવનગર સ્ટેટ સહિત અન્ય 562 રાજ્યનાં સિમ્બોલ તથા તેના શિલાલેખ પણ આ સ્થળે જ મુકાવવા જોઈએ. આ માંગ બાદ આજે શંકરસિંહ વાઘેલાએ તેમના આ પ્રસ્તાવ અંગેનો પત્ર સ્વીકારવા બદલ ટ્વિટ કરી પીએમ મોદીનો આભાર માન્યો હતો.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કર્યું કે, અખંડ ભારતના સપનાને મજબૂત બનાવવા માટે પોતાના રાજ્યો આપનારા રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવા સંબંધિત મારો પ્રસ્તાવ પત્ર સ્વીકારવા બદલ ખૂબ ખૂબ આભાર પીએમ નરેન્દ્ર મોદી અને તમે તેને દિલ્હી બોલાવી તેમના પરિવારના માનમાં રિસેપ્શન પણ રાખો એવી મારી ઇચ્છા છે.