ગાંધીનગર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પીએમ 17 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી તેઓ ગુજરાતમાં રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 10 કલાકે 9મી વાઈબ્રન્ટ સમિટને ખુલ્લી મુકશે. બપોરે 1 વાગ્યા સુધી ચાલનારા ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વના અનેક નામાંકિત ઉદ્યોગપતિઓથી લઈને 20થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખો, મંત્રીઓ અને રાજદ્વારીઓ ઉપસ્થિત રહશે. સાંજે સોવરિન ફંડ, પેન્શન ફંડ સહિતના વિદેશી મુડીરોકાણકર્તાઓના સમુહ સાથે વડાપ્રધાન કાર્યાલય તરફથી મહાત્મા મંદિરમાં ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યુ છે
પીએમ મોદીએ ગુરુવારના રોજ ગાંધીનગર ખાતે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પછી અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ પણ કર્યું હતું.

પીએમ મોદીએ અમદાવાદના ઉદઘાટન કાર્યક્રમ પતાવીને રાત્રિ રોકાણ ગાંધીનગર ખાતે રાજભવનમાં કર્યું હતું. વડાપ્રધાન મોદીના માતા હીરાબા પણ ગાંધીનગરમાં જ રહે છે.પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે તેમની માતાને મળવા જાય છે અને તેમના ખબર અંતર પૂછતા હોય છે. જો કે આ વખતે તેમની મુલાકાતના બીજા દિવસે પણ હજી સુધી તેમની માતાને મળ્યા નથી.
ઉલ્લેખનીય છે ગાંધીનગરમાં પીએમ મોદીના ભાઈ તેમની માતા સાથે રહે છે તે વૃંદાવન બંગલોની આસપાસ સફાઈ કરવામાં આવી હતી.એવું માનવામાં આવે છે કે તેમના વ્યસ્ત શિડયુલ વચ્ચે પણ વડાપ્રધાન તેમની માતાને મળશે.
પીએમ મોદી શુક્રવારે અથવા શનિવારે પોતાના માતાની મુલાકાત લઈને તેમની ખબર અંતર પૂછે તેવી શક્યતાઓ છે. સાફ સફાઈ ઉપરાંત વૃંદાવન બંગલો આસપાસ સુરક્ષાકર્મીઓનો કાફલો પણ બેસાડી દેવામાં આવ્યો છે.
PM મોદીનો આજનો કાર્યક્રમ
8.20 કલાકે રાજભવનથી મહાત્મા મંદિર રવાના
8.30 કલાકે ફોરેન ડેલિગેટ્સ સાથે વિચારવિમર્શ.
10.00 કલાકે ૯મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન.
1 થી 1.30 ક્લાક સુધીનો સમય આરક્ષિત છે.
1.30થી 2.30 ડેલિગેટ્સ સાથે લંચ
2.30થી 5.30 કલાક સુધી વન ટુ વન બેઠકો.
5.30થી 6.30 કલાક સુધી આંતરરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક.
6.40થી 7.20 કલાક સુધી દાંડી કુટિર ખાતે લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો
7.30થી 8.30 કલાક દરમિયાન ડેલિગેટ્સ સાથે ડિનર યોજશે.
8.35 કલાકે દાંડી કુટિરથી રાજભવન અને ત્યાં જ રાત્રિરોકાણ
