વિશ્વમાં કોરોનાની પાછલા 24 કલાકમાં સ્થિતિ
- વિશ્વમાં 24 કલાકમાં નવા 5.28 લાખ કેસ
- વિશ્વમાં કુલ કેસનો આંક 7.31 કરોડ પર
- અમેરિકામાં 24 કલાકમાં નવા 1.98 લાખ કેસ
- બ્રાઝિલમાં નવા 27,419 કેસ આવ્યા સામે
- વિશ્વમાં 24 કલાકમાં કોરોનાથી 8,529 લોકોનાં મોત
કોરોના નબળો પડી રહ્યાના એક સમાચારથી દેશ-દુનિયામાં હાસકારો જોવામાં આવી રહ્યો છે. સાથે સાથે UKમાં કોરોનાએ પોતાનુ નવુ સ્વરુપ બતાવતા ફરી એક વખત વિશ્વ પર વિષ્ટામણનાં વાદળો ઘેરાયેલા જોવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણ અને કોરોનાનાં કારણે મોતનો ચિતાર લેવામાં આવે તો દુનિયામાં 5.28 લાખ નવા કેસ સાથે કુલ આંક 7.31 કરોડ સુધી પહોંચ્યો છે. જ્યારે પાછલા 24 કલાકમાં કોરોનાનાં કારણે મરણ જનાર લોકોની સંખ્યા 8529 નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 2019નાં અંતિમ મહિનાઓમાં જ્યારે કોરોનાએ ફરી એક વખત માથુ ઉચક્યુ ત્યારથી અત્યાર સુધી કોરોના પોતાનું સ્વરુપ અનેક વખત બદલી ચૂક્યો છે અને આ વાત સૌ કોઇ જાણે જ છે, ત્યારે કોરોનાએ ફરી વિશ્વનાં માથા પર ચિંતાની લકીર તાણી દીધી છે. બીલકુલ UKમાં નવો પ્રકારનો કોરોના વાઇરસ મળ્યો છે. પોતાની જાતને વધુ સુસજ્જ કરી કોરના ફરી વિશ્વ પર હુમલા માટે તૈયાર થઇ રહ્યો છે. UKમાં જોવા માળેલા નવો પ્રકારના કોરોના વાઇરસથી અંદાજે 1 હજારથી વધુ લોકો સંક્રમિત થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. વિડંબના તો તે છે કે, જૂના પ્રકારનાં કોરોના એટલે કે Covid-19 કરતા આ નવા પ્રકારનો કોરોના વધુ ઝડપથી પ્રસરે છે. સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં આ નવા પ્રકારનો કોરોના ઝડપથી ફેલાય રહ્યો છે. કોરોના સામેની રસી તો જ્યારે પ્રમાણભૂત થાય ત્યારે પરંતુ આ ઝડપથી પ્રસરી રહેલા આ નવા પ્રકારના કોરોનાનાં એટેકથી ફરી એક વખત વિશ્વ ચિંતા જોવામાં આવી રહ્યું છે. UKની સંસદમાં સાંસદ અને આરોગ્ય સચિવ મેટ્ટ હેનકોક દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
ભારતનો કોરોના સંદર્ભ

ભારત માટે કોરોના મામલો થોડા રાહતના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દુનિયાની તુલનામાં દેશમાં નવા કેસ સામે રિકવરીમાં બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 21,800 નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લાં 24 કલાકમાં 34,200 રિકવરી નોંધવામાં આવી છે. એક્ટિવ કેસ ઘટીને હવે 3.38 લાખ થયા છે. અને દેશમાં કુલ કેસની સંખ્યા 99 લાખને પાર થઇ ચૂકી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાનાં નવા 1120 કેસ નોંધાયા અને કોરોના કેસોમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત જોવામાં આવી રહ્યો છે. કોરોનાનો ધટતો ઉપદ્રવ સરકાર અને તંત્ર સહિત આમ લોકો માટે પણ રાહતનાં સમાચાર છે. પાછલા 24 કલાકમાં 1389 દર્દી સાજા થયા છે. 24 કલાકમાં 11 લોકોનાં કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં હાલ 13018 એકટિવ કેસ છે. અને રાજ્યમાં કુલ કેસનો આંક 2.28 લાખ પર થઇ ચૂક્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
