@દિવ્યેશ પરમાર
Surat News: કોનો કાર્પસ વૃક્ષ આમ તો લગભગ ગાર્ડનમાં સરળતા થી જોવા મળી જાય છે.ભારત માં ગ્રીનરી તેમજ શુશોભન માટે આ વૃક્ષ વાવવામાં આવ્યા હતા.મેગા સીટીમાં લગભગ તમામ ગાર્ડન માં આ વૃક્ષ જોવા મળી જાય છે કોનોકાર્પસના ઝાડને વિવિધ આકાર આપી લોકોને પહેલી નજરે ગમે તેવા સ્થળોનો વિકાસ કરવા માટે પણ ઉગાડવામાં આવ્યા હતા.હાલ માજ એક રિપોર્ટ પ્રમાણે કોનોકાર્પસ વૃક્ષ મનુષ્ય જીવન અને પર્યાવરણ બનેને નુકશાન કરતા હોવાનું સામે આવ્યું છે.સુરત માં મોટા ભાગના ગાર્ડન અને ફૂટપાથ પર આ વૃક્ષ જોવા મળે છે જે ખૂબ જોખમી છે.

પર્યાવરણ ને બચાવવા માટે વૃક્ષ નું હોવું ખૂબ જરૂરી છે અને એટલા માટે જ મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા સમગ્ર ગુજરાત માં 75 લાખ વૃક્ષ વાવી અને તેનું જતન કરવાનું બીડું ઝડપ્યું છે.અત્યાર સુધી મંતવ્ય ન્યુઝ ચેનલ ની ટિમ અનેક જગ્યા પર વૃક્ષ નું વાવેતર કરી ચુકી છે.પરંતુ કોઈ એવું કહે કે એક વૃક્ષ પર્યાવરણ અને મનુષ્ય જીવન ને જોખમ ઉભું કરનારું છે તો સાંભળવામાં કેવું લાગે.પરંતુ આ વાત સાચી છે.આ વૃક્ષ છે કોનો કાર્પસ મૂળ અમેરિકા નું આ વૃક્ષ અમેરિકા દ્વારા દરિયાઈ વિસ્તાર માં ખારાશ રોકવા માટે ઉગાવવા માં આવતું હતું.જોકે છેલ્લા દશકો થી આ વૃક્ષ ભારત માં જોવા મળી રહ્યું છે.
આ વૃક્ષને ભારત માં ગ્રીનરી કરવા નાતે ઉગાડવામાં આવ્યું હતું.આ વૃક્ષની ખાસિયત એ છે કે વૃક્ષને એક વાર રોપી દેવાથી તેમનો કોઈ નિભાવ ખર્ચ રહેતો નથી અને તે પોતાની જાતે ઊગી જાય છે.એટલે કે આ વૃક્ષ ને પાણી ની ઓન જરૂર રહેતી નથી અને એટલા માટેજ આ વૃક્ષ ભારત માં લગભગ દરેક સીટી માં જોવા મળી રહ્યા છે. મેગા સીટી ના તમામ ગાર્ડન માં પણ આ વૃક્ષ આસાનીથી જોવા મળી જાય છે.આ વૃક્ષને ગાર્ડન માં વિવિધ આકાર આપવામાં આવે છે અને આ વૃક્ષ તે આકાર પ્રમાણે વધતું પણ રહે છે .આ આકાર જોવામાં જેટલો સારો લાગે છે એટલુંજ નુકશાન પહોંચાડે છે.

આ વૃક્ષ ને લઈ પુના ખાતે ની લેબોરેટરી માં ટેસ્ટ કરાયો હતો અને તેમાં સ્પષ્ટ સામે આવ્યું હતું કે કોનો કાર્પસ વૃક્ષ ના મૂળ જમીન ની અંદર સુધી ફેલાઈ જાય છે એટલુંજ નહીં આ વૃક્ષ બીજા વૃક્ષો ની સરખામણી માં પાણી ખૂબ પીવે છે.અને આ વૃક્ષ ની ખાસિયત એવી છે કે વૃક્ષ પોતાના મુળ નો ઉપયોગ પાઇપ લાઈન ની જેમ કરે છે.આ વૃક્ષ પાણીનો સ્ત્રોત પોતાની જાતેશોધી જમીન માં રહેલું પાણી શોષી લે છે અને તેને પાણી વિહોણી કરી નાખે છે.
મનુષ્ય જીવન પર પણ આ વૃક્ષ ખૂબ જોખમી સાબિત થયું છે..માની લો કે કોઈ સગર્ભા મહિલા આ વૃક્ષ ની છાયા માં થોડો સમય બેસી જાય તે તેમને મિસકેરેજ થઈ શકે છે.સાથેજ શિયાળા માં આ વૃક્ષ પર ફળ આવે છે તે પણ મનુષ્ય જીવન માટે ખૂબ ખરાબ છે વૃક્ષ માંથી નીકળતી પરાગરજ લોકો ને અસ્થમા ,ઉધરસ અને શરદી જેવી બીમારી માં હંમેશા સપડાઈ શકે છે.

સુરતને હરિયાળું અને ગ્રીન બનાવવા માટે થઈ શહેર માં અનેક કોનો કાર્પસ વૃક્ષ ઉગાડવામાં આવ્યા હતા.સુરત ના લગભગ તમામ ગાર્ડન રોડ પર આવેલી ફૂટપાથ અને મોટા સર્કલ ની આસપાસ આ વૃક્ષ ખૂબ જોવા મળે છે.સુરતના છેવાડે આવેલા હજીરા ની મોટી કંપનીઓમાં લગભગ દિવાળી ની આસપાસ કેટલાય કિલોમીટર સુધી આ વૃક્ષ વાવેલા જોવા મળી રહ્યા છે.જોકે સુરત શહેર માં મોટા ભાગ ના વિસ્તાર માં કોનો કાર્પસ વૃક્ષ જોવા મળી રહ્યા છે તો શહેર ના લોકો અને શહેર ની આબોહવાનું શુ ?
માની લઈએ કે અત્યાર સુધી કોઈને ખબર ના હતી અને આ વૃક્ષ ઉગાડવામાં આવ્યા તે કેટલા જોખમી છે પરંતુ હવે તો લગભગ લોકો ને ખબર છે કે આ વૃક્ષ ખરેખર જોખમી છે તો તેમને કાઢવા માટે કોઈ કામગીરી કરાશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.કારણ કે સુરત ના લગભગ ગાર્ડન ની અંદર કોનો કાર્પસ વૃક્ષ છે અને આ તમામ ગાર્ડન માં દરરોજ મોટી સંખ્યા માં બાળકો ,વૃદ્ધો તેમજ સગર્ભા મહિલાઓ ચાલવા આવતી હોય છે.જેથી મનુષ્ય જીવન માટે ખૂબ ખતરો ઉભો થઇ રહ્યો છે.
શહેરમાં મોટા પ્રમાણમાં આ વૃક્ષ હોવાથી શહેર ના વાતાવરણ અને પેટાળના પાણીને પણ ખૂબ નુકશાન થાય છે.માટે વહેલી તકે કોનો કાર્પસ વૃક્ષ દૂર થાય તેવુ લોકો પણ ઇચ્છી રહ્યા છે.ગ્રીનરી કરવા ઉગાડવામાં આવેલા આ વૃક્ષ હવે લોકો માટે હાનિકારક સાબિત થયા છે. ત્યારે વૃક્ષો ને કાઢી અને તેની જ જગ્યા પર બીજા વૃક્ષો વાવી તેનું સંવર્ધન કરવામાં આવે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.
આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો
આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ
આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર
