સુરેન્દ્રનગર/ મમતા થઇ શર્મસાર, એક સાથે બે નવજાત શિશુ ત્યજાયેલી હાલતમાં મળી આવ્યા

એક સાથે બે નવજાત ત્યજી દેવાયેલી હાલત માં મળી આવ્યા છે. અને બંને કમનસીબ મોતને ભેટ્યા છે. 

Gujarat Others
ત્યજી એક સાથે બે નવજાત ત્યજી દેવાયેલી હાલત માં મળી આવ્યા છે. અને બંને કમનસીબ મોતને ભેટ્યા છે.  Neonatal Abandoned Condition

રાજ્યમાં નવજાત બાળકો ત્યજી દેવાના કેસમાં સતત  વધારો થઇ રહ્યો છે. મા ની મમતા જાણે કે મારી પરવારી હોય તેમ  અવાર નવાર રાજ્યમાંથી ત્યજી દેવાયેલા નવજાત બાળકો મળી આવે છે. જેમાંથી કેટલાક સદભાગીને આશરો મળી રહે છે. તો કેટલાક પોતાના ખરાબ નસીબને લઇ મોત ને ભેટે છે.  આવા જ એક નહિ પરંતુ બે કિસ્સા એક સાથે સુરેન્દ્રનગર જીલ્લામાંથી સામે આવ્યા છે. જ્યાં એક સાથે બે નવજાત ત્યજી દેવાયેલી હાલત માં મળી આવ્યા છે. અને બંને કમનસીબ મોતને ભેટ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધ્રામાં અલગ-અલગ સ્થળેથી બે નવજાત બાળકો ઉકરડામાં ત્યજી દેતા મૃત હાલતમાં મળી આવ્યા છે. જેના લીધે જિલ્લામાં હદયકમ્પી જાઇ તેવો કિસ્સો સામે આવ્યો છે.

સુરેન્દ્રનગરના ધાગધ્રાના રાજસીતાપુર ગામેથી મૃત હાલતમાં તાજું ત્યજી દીધેલ બાળક મળી આવ્યું છે. જ્યારે અન્ય ધાગધ્રાના નવયુગ સિનેમા પાસે આવેલ કોમ્પ્લેક્સ પાસેની ગલીમાંથી પણ મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું છે. જેના લીધે સમગ્ર પથંકમાં ભાર ચકચાર મચી ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધ્રા તાલુકામાં એક જ દિવસમાં નવજાત બાળકોને ઉકરડામાં ત્યજી દેવા ના પગલે બન્ને નવજાત શિશુઓના મોત નિપજ્યા છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કામગીરી હાથ ધરી બન્ને નવજાત શિશુઓના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેની સાથે પોલીસ દ્વારા આ મામલામાં નજીકની હોસ્પિટલોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

શ્રીલંકા કટોકટી/ શ્રીલંકામાં સ્થિતિ ભયાનક, સેનાની હાજરીમાં એક લિટર ઇંધણનું વિતરણ કરાઈ રહ્યું છે

એર એમ્બ્યુલન્સ/ તાત્કાલિક સારવાર માટે વધુ રાહ નહિ જોવી પડે, રાજ્યમાં શરુ થઇ એર એમ્બ્યુલન્સ સેવા

હાઇબ્રિડ વેરિઅન્ટ/ કોરોનાના હાઇબ્રિડ વેરિઅન્ટ્સ ઘણા દેશોમાં વધારી શકે છે તણાવ, WHOએ મોટા ખતરાની આપી ચેતવણી