Not Set/ સુરત/ ભાજપ નગરસેવક પીયુષ શિવશક્તિવાળા દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ

દારૂની મહેફિલ માણતો વિડીયો વાઇરલ નારગોલ ખાતે કરી હતી દારૂની મહેફિલ નગરસેવકે દારૂના નશામાં કર્યો હતો ડાન્સ પિયુષ શિવશક્તિવાળા ભાજપના નગરસેવક સગરામપુરા વિસ્તારના ભાજપના નગર સેવક પારસી પંચાયતનું મકાન ભાડે રાખી કરી હતી પાર્ટી જે મકાન પાર્ટી થઈ હતી તે ભાઈ નું નામ જુબિન ભાઈ છે સુરતના નારગોલમાં પારસી પંચાયતનું મકાન ભાડે રાખીને સુરતના નગર […]

Top Stories Gujarat Surat
mantavaya સુરત/ ભાજપ નગરસેવક પીયુષ શિવશક્તિવાળા દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ
  • દારૂની મહેફિલ માણતો વિડીયો વાઇરલ
  • નારગોલ ખાતે કરી હતી દારૂની મહેફિલ
  • નગરસેવકે દારૂના નશામાં કર્યો હતો ડાન્સ
  • પિયુષ શિવશક્તિવાળા ભાજપના નગરસેવક
  • સગરામપુરા વિસ્તારના ભાજપના નગર સેવક
  • પારસી પંચાયતનું મકાન ભાડે રાખી કરી હતી પાર્ટી
  • જે મકાન પાર્ટી થઈ હતી તે ભાઈ નું નામ જુબિન ભાઈ છે

સુરતના નારગોલમાં પારસી પંચાયતનું મકાન ભાડે રાખીને સુરતના નગર સેવક અને અન્ય મિત્રમંડળ દ્વારા દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘દારૂ અને ડાન્સ’ પાર્ટીમાં સુરતના વોર્ડ નંબર 19ના નગરસેવક પિયુષ શિવશક્તિવાળા પણ દારૂના નશામાં ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. પિયુષભાઈ સુરતના વોર્ડ નંબર 19ના નગરસેવક છે અન 3 વાર નગરસેવક બન્યાં છે.

પીયુષ શિવશક્તિવાળાનો દારૂના નશામાં ડાન્સ કરતો વિડીયો વાયરલ  થયો હતો. આ અંગે ભાજપના શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, આગામી સમયમાં તેમની પાસેથી ખુલાસો માંગીને પગલાં ભરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી નારગોલ ખાતે જુબીનભાઈનું મકાન ભાડે રાખીને  મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં પિયુષભાઈના વેવાઈ 12 જણના ગ્રુપમાં પુત્ર અને પિતા સાથે કાકા પણ દારૂના નશામાં હોવાનું સુત્રો દ્વારા કહેવાય રહ્યું છે.આ પાર્ટીમાં જાહેરમાં ડાન્સ કરતાં લોકોની સાથે પિયુષભાઈ શિવશક્તિવાળા પણ હતાં

આ અંગે શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાળાએ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો અંગે પિયુષભાઈને ફોન કરીને માહિતી મેળવી હતી. પિયુષભાઈ ખત્રી સમાજમાંથી આવે છે અને આ સમાજમાં પ્રસંગોપાત દારૂ પીવાનું ચલણ છે. જો કે રાજ્ય સરકાર દ્વારા નિયમો કડક બનાવાયા બાદ વર્ષોથી દારૂનું દૂષણ ઓછું થયું છે. પિયુષભાઈ એક જવાબદાર નગર સેવક છે તેમની પાસેથી આવી અપેક્ષા ન હોય. તેથી તેમની પાસેથી જવાબ માંગ્યો તેમાં તેમણે દારૂ ન પીધો હોવાનું કહ્યું હતું. જો કે, આ બાબત શરમજનક હોય તેમની પાસેથી ખુલાસો માંગીને જે સામે આવશે તે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.પિયુષભાઈ જેવા જવાબદાર નેતાએ આ પ્રકારની પાર્ટીમાં પણ સામેલ ન થવું જોઈએ.

જયારે આ અંગે પિયુષભાઈએ જણાવ્યું હતું કે, મારી પાસે સાત વર્ષથી દારૂનું પરમીટ છે. હું દવા તરીકે તેનો ઉપયોગ કરૂં છું. પરંતુ તે પાર્ટીમાં અમે ડાન્સ કર્યો હતો. પરંતુ કોઈએ પણ દારૂ પીધો નહોતો. જે બાટલી કે ગ્લાસ દેખાય છે તેમાં શરબત હોવાનું  પિયુષભાઈએ કરતાં કહ્યું હતું. આ બાબતે પાર્ટી મારી પાસે જવાબ માંગશે તો હું પાર્ટીને  ખુલાસો આપી દઈશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.