Not Set/ મહાત્મા ગાંધીને દેશપ્રેમનું સર્ટિફિકેટ તે પાર્ટી પાસેથી નથી જોઇતુ, જે ગોરાની સરકારનાં ચમચા હતા : જયવીર શેરગિલ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અનંતકુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદનો કર્યા હતા, ત્યારબાદ રાજકારણ ગરમાવા લાગ્યું છે. અનંતકુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે જણાવ્યું હતું કે તેમનો આઝાદી માટેનો સંઘર્ષ માત્ર એક નાટક હતુ. ભાજપનાં સાંસદનાં આ નિવેદન પર કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા અને સુપ્રીમ કોર્ટનાં વકીલ જયવીર શેરગિલ દ્વારા વળતો […]

Top Stories India
Jaiveer Shergil મહાત્મા ગાંધીને દેશપ્રેમનું સર્ટિફિકેટ તે પાર્ટી પાસેથી નથી જોઇતુ, જે ગોરાની સરકારનાં ચમચા હતા : જયવીર શેરગિલ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અનંતકુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદનો કર્યા હતા, ત્યારબાદ રાજકારણ ગરમાવા લાગ્યું છે. અનંતકુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે જણાવ્યું હતું કે તેમનો આઝાદી માટેનો સંઘર્ષ માત્ર એક નાટક હતુ. ભાજપનાં સાંસદનાં આ નિવેદન પર કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા અને સુપ્રીમ કોર્ટનાં વકીલ જયવીર શેરગિલ દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો છે.

કોંગ્રેસનાં નેતા જયવીર શેરગિલે અનંતકુમાર હેગડેનાં નિવેદન પર કહ્યું હતું કે, મહાત્મા ગાંધીને દેશપ્રેમનું સર્ટિફિકેટ તે પાર્ટી પાસેથી નથી જોઇતુ જે ગોરાઓનાં ચમચા હતા. શેરગિલે કહ્યું કે, અનંત હેગડે એક એવી સંગઠનથી આવે છે જે ત્રિરંગાનો વિરોધ કરે છે, બંધારણનો વિરોધ કરે છે, જેમણે ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો હતો.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જેમ જેમ ભાજપમાં ગોડસે ભક્તોની સંખ્યા વધી રહી છે, તેમ તેમ ભાજપે પોતાનું નામ નાથુ રામ ગોડસે પાર્ટી રાખવું જોઈએ. જણાવી દઈએ કે, શનિવારે બેંગલુરુમાં એક જાહેર સભાને સંબોધન કરતી વખતે હેગડેએ મહાત્મા ગાંધી વિશે નિવેદન આપ્યું હતું. ભાજપનાં સાંસદે કહ્યું કે જે લોકો કોંગ્રેસને સમર્થન આપે છે તે કહેતા રહે છે કે ગાંધીજીનાં સત્યાગ્રહ અને ભૂખ હડતાલને કારણે ભારતને આઝાદી મળી છે, પરંતુ આ બિલકુલ સાચું નથી.

હેગડેએ એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે આવા લોકોને ભારતમાં મહાત્મા કેવી રીતે કહી શકાય. અનંતકુમાર હેગડેએ કહ્યું કે, સંપૂર્ણ સ્વતંત્રતા ચળવળ અંગ્રેજોની સંમતિ અને સહકારથી યોજવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આ બધા નેતાઓ, જેને ખૂબ અતિશયોક્તિજનક બતાવવામાં આવે છે, પોલીસે તેમને ક્યારેય માર માર્યો ન હતો. આ લોકોની આઝાદીની લડત માત્ર એક નાટક હતુ. બ્રિટીશરોની સંમતિથી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વાસ્તવિક સંઘર્ષ નહોતો, તે એક વિચારશીલ સંઘર્ષ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.