Gujarat surat/ સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા

સુરત શહેરના પાંડેસરા વિસ્તારની એક મસાલા બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રખ્યાત બ્રાન્ડના નામે ડુબલીકેટ મસાલા કંપનીમાં બનતા હોવાની આશંકાને લઈને ફૂડ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2023 10 22T150319.688 સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા

@અમિત રૂપાપરા 

Surat News: હાલ તહેવારની સિઝન ચાલી રહી છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય એટલા માટે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના પાંડેસરા વિસ્તારની એક મસાલા બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રખ્યાત બ્રાન્ડના નામે ડુબલીકેટ મસાલા કંપનીમાં બનતા હોવાની આશંકાને લઈને ફૂડ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.

મહત્વની વાત છે કે, કંપનીની અંદર અલગ અલગ મશીનરીઓ વડે બ્રાન્ડેડ નામવાળા મસાલાનું પેકેજીંગ થતું હોવાનું સામે આવ્યું હતું. તો પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આ દરોડાની કામગીરી કરવામાં આવી તે સમયે સંચાલકે ગેરહાજર હોવાનું પણ સામે આવ્યું હતું.

આરોગ્ય અને ફૂડ વિભાગ ઉપરાંત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, મસાલા ખરેખર ડુબલીકેટ છે કે જે તે કંપનીની બ્રાન્ડના મસાલા અહીં બનાવવામાં આવતા હતા તે કંપની પાસેથી મંજૂરી લઈને અહીં મસાલા બનાવવામાં આવી રહ્યા છે કે નહીં. આ સમગ્ર મામલે કારખાનાના સંચાલકની પૂછપરછ બાદ જ વધુ ખુલાસા થઈ શકશે.

ફૂડ વિભાગ અને પોલીસ અધિકારીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એવરેસ્ટ કંપની તેમજ મેગીના નામના અહીં મસાલા મશીન મારફતે પેકેજીંગ કરવામાં આવતા હતા. ત્યારે હાલ તો સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા કારખાનાના સંચાલકની વધુ પૂછપરછ કરવામાં આવશે. આ પૂછપરછ દરમિયાન ખરેખર જો મસાલા ડુબલીકેટ હશે તો જવાબદાર લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા


આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર