Not Set/ ૪૮ MP-MLA સામે નોંધાયા છે મહિલાઓ વિરૂદ્ધ અપરાધના કેસ, BJP સૌથી આગળ, જુઓ આ રિપોર્ટ

દિલ્લી, છેલ્લા કેટલાક સમયથી સામે આવેલી જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપ અને ઉન્નાવના ગેંગરેપની ઘટના બાદ દેશના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ ચકચારી ઘટનાઓના કારણે દેશમાં છોકરીઓ કેટલી સુરક્ષિત છે તે જણાઈ રહ્યું છે. ત્યારે આ દેશમાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધના કેસમાં સમાજના અન્ય લોકોની સાથે સાથે રાજકીય નેતાઓ પણ સંકળાયેલા છે અને રાજકીય પાર્ટીઓ […]

Top Stories
rep ૪૮ MP-MLA સામે નોંધાયા છે મહિલાઓ વિરૂદ્ધ અપરાધના કેસ, BJP સૌથી આગળ, જુઓ આ રિપોર્ટ

દિલ્લી,

છેલ્લા કેટલાક સમયથી સામે આવેલી જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપ અને ઉન્નાવના ગેંગરેપની ઘટના બાદ દેશના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ ચકચારી ઘટનાઓના કારણે દેશમાં છોકરીઓ કેટલી સુરક્ષિત છે તે જણાઈ રહ્યું છે. ત્યારે આ દેશમાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધના કેસમાં સમાજના અન્ય લોકોની સાથે સાથે રાજકીય નેતાઓ પણ સંકળાયેલા છે અને રાજકીય પાર્ટીઓ વોટબેંકની રાજનીતિ માટે તેઓને ટિકિટ આપતા હોય છે તે વધુ એકવાર પુરવાર થયું છે.

એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ધ નેશનલ વોચ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની રાજકીય પાર્ટીઓના કુલ ૪૮ MP અને MLA મહિલાઓ વિરૂદ્ધ અપરાધના કેસ સાથે સંકળાયેલા છે. કુલ ૪૮માંથી ૪૫ MLA અને ૩ MP સામે મહિલાઓની જાતીય સતામણી, રેપ, અપહરણ, અપમાન કરવાના હેતુથી મહિલા પર હુમલો કરવાના આરોપો, દિલ્હી-આધારિત વિચાર શક્તિ, ઘરેલું હિંસા અને બળજબરીથી લગ્ન કરવાના આરોપો સામે આવ્યા છે.

ADRના રિપોર્ટમાં જાહેર કરાયેલા રિપોર્ટમાં વર્તમાન કેન્દ્રમાં સત્તાધારી અને દેશના ૨૧ રાજ્યોમાં સરકાર ધરાવતી ભારતીય જનતા પાર્ટીના સૌથી વધુ ૧૨ સાંસદો અને ધારાસભ્યો પર મહિલા વિરૂદ્ધના આરોપો છે. કુલ ૪૮૯૬ MP અને MLA માંથી ૧૫૮૦ એટેલે કે ૩૩ ટકા સાંસદો અને ધારાસભ્યો પર મહિલા ઉત્પીડન વિરુધના કેસો છે.

દેશની રાજકીય પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, bjpના સૌથી વધુ ૧૨ જયારે NDA ગઠબંધનના સાથીદાર પાર્ટી શિવસેનાના ૭ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ૬ અને કોંગ્રેસના ૪ સાંસદો અને ધારાસભ્યો સામે મહિલા વિરુધના આરોપો નોધાયા છે.

ADR અને ધ નેશનલ વોચ દ્વારા દેશના કુલ ૪૮૯૬ વર્તમાન MP અને MLAમાંથી ૪૮૪૫ની તેઓની ઈલેક્શન એફિડેવિટના ડેટાની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કુલ ૭૭૬ સાંસદોમાંથી ૭૬૮ સાંસદો અને ૪૧૨૦માંથી ૪૦૭૭ MLAની એફિડેવિટ શામેલ છે.

આ ત્રણ MLA વિરુધ નોધાયા છે મહિલા પર રેપના કેસ :

આંધ્રપ્રદેશની ધર્માંવરમ વિધાનસભા સીટ પરથી TDP ધારાસભ્ય કે જી સૂર્યનારાયણ (૨૦૧૭)

ગુજરાતમાં શેહરા સીટ પરથી ભાજપના MLA જેઠાભાઈ આહિર (૨૦૧૫)

બિહારની જંજારપુર વિધાનસભા સીટ પરથી RJDના ધારાસભ્ય ગુલાબ યાદવ (૨૦૧૫)

 આ રાજ્યોમાં MP અને MLA પર નોધાયા છે સૌથી વધુ કેસ

મહારાષ્ટ્ર = ૧૨

પશ્ચિમ બંગાળ = ૧૧

ઓડિશા = ૫

આંધ્રપ્રદેશ = ૫

ઝારખંડ = ૩

ઉત્તરાખંડ = ૩

બિહાર = ૨

તમિલનાડુ = ૨

ગુજરાત = ૧

કર્ણાટક = ૧