રાજ્યમાં મોટા ભાગના તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.આવતા 5 દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઓડીશા અને ઝારખંડમાં લો પ્રેશરના કારણે બે સિસ્ટમ સક્રિય થવાને પગલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
ઉત્તર પ્રદેશમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું હોવાથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,અરવલ્લી,મહિસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે.
30 જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતા મોરબી, જામનગરમાં વરસાદની સંભાવના છે. જેથી કુલ મળીને આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, ડાંગ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, તેમજ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન