યુક્રેનમાં એક ટેલિવિઝન વ્યક્તિત્વ વોલોડિમિર ઝેલેન્સ્કીએ કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેઓ જિંદગીમાં કયારેક દેશના રાષ્ટ્રપતિ બનશે. હવે જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે, ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી તેમની બહાદુરી માટે સમાચારમાં છે. આ દરમિયાન ઝેલેન્સકીના જૂના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઝેલેન્સકી ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી રાષ્ટ્રપતિ બનતા પહેલા કોમેડિયન હતા. રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો 2006નો છે જ્યારે તેમણે એક ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ નામના આ શોમાં ઝેલેન્સકીએ ભાગ લીધો હતો. અને સાથે શોના વિજેતા પણ બન્યા હતા. વાયરલ વીડિયોમાં તે પોતાના કો-સ્ટાર સાથે ડાન્સ કરતાં જોવા મળે છે.
વોલોડિમિર ઝેલેન્સકીએ 2006માં ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સની યુક્રેનિયન આવૃત્તિ જીતી હતી. આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ ઝેલેન્સકીના વખાણ કરવાનું શરૂ કરી દીધું, લોકો ઝેલેન્સકીની ડાન્સ સ્કિલની પ્રશંસા કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઝેલેન્સકીએ ખૂબ જ નાની ઉંમરથી અભિનય શરૂ કર્યો હતો અને પછીથી તે યુક્રેનમાં સૌથી વધુ ચર્ચિત અભિનેતાઓમાંના એક બની ગયા હતા.
એવું પણ કહેવાય છે કે જ્યારે યુક્રેનની સરકારે 2014માં રશિયન કલાકારોને દેશમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે તેની સામે અવાજ ઉઠાવનારાઓમાં ઝેલેન્સકી પણ સામેલ હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા, ઝેલેન્સકીએ તેમના દેશને પ્રમાણિક રાજકારણનું વચન આપ્યું હતું. હવે યુક્રેન પર રશિયાના આક્રમણથી આ નેતાની ચર્ચા આખી દુનિયામાં થઈ છે. અત્યારે વાઇરલ વિડિયો અહીં જુઓ..
https://twitter.com/abughazalehkat/status/1497768813860896770?s=20&t=-ZDf0NIfdVblBnQM5dymWQ
