Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 49 હજારથી વધુ નોંધાયા કેસ

ભારતમાં આજે સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. આજે ભારત કોરોનાનાં કેસમાં વિશ્વમાં ત્રીજા સ્થાન પર છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સામે આવી રહેલા આંકડા મુજબ નજીકનાં દિવસોમાં ભારત બીજા નંબર પર પહોંચી જાય તો નવાઇ નહી. આરોગ્ય વિભાગનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 49 હજારથી વધુ કેસ નોંધાયા છે.  દેશમાં આજે કોરોનાનાં કારણે […]

India
911d6a5984730b27d434963d35078e20 4 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 49 હજારથી વધુ નોંધાયા કેસ
911d6a5984730b27d434963d35078e20 4 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 49 હજારથી વધુ નોંધાયા કેસ

ભારતમાં આજે સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. આજે ભારત કોરોનાનાં કેસમાં વિશ્વમાં ત્રીજા સ્થાન પર છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સામે આવી રહેલા આંકડા મુજબ નજીકનાં દિવસોમાં ભારત બીજા નંબર પર પહોંચી જાય તો નવાઇ નહી. આરોગ્ય વિભાગનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 49 હજારથી વધુ કેસ નોંધાયા છે. 

દેશમાં આજે કોરોનાનાં કારણે સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. ત્યારે રોજ સામે આવી રહેલા કેસને જોતા હજુ ખરાબ સમય આવી શકે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. આરોગ્ય વિભાગનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 49,310 નવા કેસ નોંધાયા છે. આ અત્યાર સુધીમાં કોરોનાનાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે હવે દેશમાં નોંધાયેલા દર્દીઓની કુલ સંખ્યા 12.87 લાખને વટાવી ગઈ છે. એટલું જ નહીં, છેલ્લા 24 કલાકમાં 740 લોકોનાં મોત પણ થયાં છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 30 હજારને વટાવી ગયો છે. અત્યાર સુધી કોરોનાથી મૃત્યુઆંક 30,601 પર પહોંચી ગયો છે. જે હવે ચિંતનું એક મોટુ કારણ બન્યુ છે.