Not Set/ ત્રીજા નોરતાથી દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરુ થશે : મુખ્યમંત્રીની જાહેરાત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરત શહેરને રુ. 825 કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. અઠવાલાઇન્સ ખાતે રુ.143.86 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કેબલ બ્રીજને શહેરીજનો માટે ખુલ્લો મુકયો હતો. સાથે જ 300 સીટીબસ સેવા અને ફાયર ફાઇટરના અદ્યતન સાધનોને ફલેગ આેફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ રુ.148.07 કરોડના વિકાસકામોનું લોકાર્પણ, રુ. 354.17 કરોડના કામોનું ખાતમુહર્ત અને રુ. 179.31 કરોડના રિંગરોડના બીજા […]

Top Stories Gujarat Surat
cm ripani ત્રીજા નોરતાથી દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરુ થશે : મુખ્યમંત્રીની જાહેરાત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરત શહેરને રુ. 825 કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. અઠવાલાઇન્સ ખાતે રુ.143.86 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કેબલ બ્રીજને શહેરીજનો માટે ખુલ્લો મુકયો હતો. સાથે જ 300 સીટીબસ સેવા અને ફાયર ફાઇટરના અદ્યતન સાધનોને ફલેગ આેફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.

3cee03f16e025a4c4456f628550bf95f XL e1538575730162 ત્રીજા નોરતાથી દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરુ થશે : મુખ્યમંત્રીની જાહેરાત

મુખ્યમંત્રીએ રુ.148.07 કરોડના વિકાસકામોનું લોકાર્પણ, રુ. 354.17 કરોડના કામોનું ખાતમુહર્ત અને રુ. 179.31 કરોડના રિંગરોડના બીજા ફેઝનું ડીજીટલ તખ્તી દ્વારા ખાતમુહર્ત કર્યું હતુ. આ અવસરે રાજય આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી, રાજય રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોષ સહિત ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઆે જોડાયા હતા.

મુખ્યમંત્રીએ 12 આેકટોબર ત્રીજે નોરતે દહેજ-ઘોઘા બંદર રો-રો ફેરી સેવા શરુ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સેવાના કારણે નાના વાહનોથી માંડીને મોટા વાહનોનું પણ વહન થઇ શકશે. ભારતમાં સર્વપ્રથમ રો રો ફેરી સેવા હશે.