Not Set/ તાલિબાનોના શાસનમાં બદલાઈ નીતિ, ભારત સાથે આયાત-નિકાસ પર મુક્યો પ્રતિબંધ

અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદ વિદેશ નીતિને લઈ ભારત હજુ વિચાર કરી રહ્યું છે. એ પહેલા જ તાલિબાને ભારત સાથે આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

Top Stories World

અફઘાનિસ્તાન પર તાલિબાનના શાસન પછી ત્યાંની નીતિ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. ભારત હજુ પણ તાલિબાનને લગતી પોતાની વિદેશ નીતિને લઈ મૂંઝવણમાં છે. ત્યારે તાલિબાનનો દ્રષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ થઈ ગયો છે. તાલિબાને ભારત સાથેની તમામ આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

  • કાર્ગોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો
  • પાકિસ્તાનના માર્ગે થતું હતું પરિવહન

અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદ વિદેશ નીતિ ને લઈ ભારત હજુ વિચાર કરી રહ્યું છે. એ પહેલા જ તાલિબાને ભારત સાથે આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ડૉ. અજય સહાયે મીડિયાને જણાવ્યું કે તાલિબાનોએ કાર્ગોની અવર જવર બંધ કરી દીધી છે. આ વેપાર પાકિસ્તાનના પરિવહન માર્ગ દ્વારા કરવામાં આવતો હતો.  ટ્રાન્ઝિટ રૂટ મૂવમેન્ટ પર પ્રતિબંધના કારણે અફઘાનિસ્તાનથી આયાત-નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • અફઘાનિસ્તાન અને ભારત નજીકના મિત્રો
  • બંને દેશ વચ્ચે ઘેરા વેપાર સંબંધો પણ રહ્યા
  • વર્ષે અત્યાર સુધી ભારતે મોટી નિકાસ કરી છે
  • અત્યાર સુધી 835 મિલિયન ડોલરની નિકાસ કરી
  • અફઘાનિસ્તાનથી 510 મિલિયન ડોલરની આયાત

મહત્વનું છે કે અફઘાનિસ્તાન ભારતનો ખૂબ નજીકનો મિત્ર રહ્યો છે. બંને દેશો વચ્ચે ઘેરા વેપાર સંબંધો પણ છે.  ભારતે 2021માં અત્યાર સુધી અફઘાનિસ્તાનને 835 મિલિયન ડોલરની નિકાસ કરી છે.  આ સમયગાળા દરમિયાન ભારતે અફઘાનિસ્તાનથી 510 મિલિયન ડોલરની આયાત પણ કરી છે. આમ, ભારતે અફઘાનિસ્તાનમાં હજારો કરોડનું રોકાણ કર્યું છે. પરંતુ તાલિબાનના કબજા બાદ પરિસ્થિતિ નાજુક બની છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને આગામી દિવસોમાં દેશમાં ડ્રાયફ્રૂટ્સના દરમાં પણ વધારો થાય તેવી શક્યતા દર્શાવી છે. કેમ કે ભારત 85 ટકા ડ્રાયફ્રૂટ્સ માત્ર અફઘાનિસ્તાનથી આયાત કરે છે. ત્યારે તાલિબાન શાસકોએ જલ્દીથી સમજવું પડશે કે વેપાર વિકાસનો માર્ગ છે. તેનાથી બંને દેશો વચ્ચે ફરી વેપારના દરવાજા ખૂલે તેવી શક્યતાઓ છે. આ સંજોગોમાં ભારત અને અફઘાનિસ્તાનના વ્યાપારિક સંબંધો વણસે નહીં તે જરૂરી છે.

કૂખના કાતિલ / સંવેદનશીલ મુખ્યમંત્રીના શહેરમાં જ ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ

Weather Update / યૂપી-બિહાર સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

શાબ્દિક હુમલો / રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો શાબ્દિક પ્રહાર..જાણો શું કહ્યું

ઈસ્લામાબાદની ભૂમિકાનો દાવો / અફઘાનિસ્તાનમાં તાલીબાનના રાજથી પાકિસ્તાન ખુશ , જણાવ્યું કે….