રોગચાળો/ વડોદરામાં કોરોના, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધ્યા

વડોદરામાં કોરોના ઉપરાંત આજે ચિકનગુનિયાના 26 કેસ અને ડેન્ગ્યુના પણ  21 કેસ સામે આવ્યા છે

Vadodara

કોરોની બીજી લહેર હજુ સંપુર્ણ પણ ગઇ નથી. ગુજરાતના વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો તેમને જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 5 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,939 ઉપર પહોંચી ગયો છે. જ્યારે  વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623  છે. આજે વધુ 3 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,297 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.  ઉપરાંત વડોદરામાં આજે ચિકનગુનિયાના 26 કેસ અને ડેન્ગ્યુના પણ  21 કેસ નોંધાયા છે.

  હોસ્પિટલમાં હાલ 19 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. આજે  લેવાયેલા 1,466 નમૂનાઓમાંથી 5 લોકો કોરોના સંક્રમિત  હતા. જેમને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય હોસ્પિટલોની વાત કરીએ તો જુદી-જુદી  હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી એક દર્દીને ઓક્સિજન  પર રાખવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે. આજે એક દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુના 21 નવા કેસ મળી આવ્યા હતા જ્યારે ચિકન ગુનિયાના પણ 26 નવા દર્દીઓ સામે આવે છે. જેના કારણે  આરોગ્ય વિભાગ પણ સચેત બની ગયુ છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ વધી ગયા છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,939 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9665 પશ્ચિમ ઝોનમાં 11,928, ઉત્તર ઝોનમાં 11,775, દક્ષિણ ઝોનમાં 11,779, વડોદરા ગ્રામ્યમાં 26,756 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. શહેરી વિસ્તારની વાત કરીએ તો વાઘોડિયા રોડ, પંચવટી, સિંધવાઇ માતા રોડ, નિઝામપુરા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રણોલીમાં કેસ જોવા મળ્યા છે.