Vadodara News/ વડોદરામાં રેસ્ટોરાંમાં કોન્ટ્રેક્ટર અને તેના માણસોનો મોરેમોરો, અધૂરા કામ બાદ પેમેન્ટ માંગતા થયો હંગામો!

રેસ્ટોરાંમાં કોન્ટ્રેક્ટર સુરેશ અને તેના ત્રણ માણસો કામ માટે જોડાયા હતા. પરંતુ તેઓએ કામ પૂર્ણ કર્યા વગર જ માલિક પાસેથી પેમેન્ટની માગણી કરી.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં અધૂરું કામ છોડી કોન્ટ્રેક્ટર અને તેના માણસોએ પૈસા ન આપતા રેસ્ટોરાંમાં કર્યો હંગામો આ ઘટનામાં મારામારી અને રેસ્ટોરાંની તોડફોડ પણ કરવામાં આવી છે.

વડોદરામાં અકોટા વિસ્તારના એક રેસ્ટોરાંમાં કોન્ટ્રેક્ટર સુરેશ અને તેના ત્રણ માણસો કામ માટે જોડાયા હતા. પરંતુ તેઓએ કામ પૂર્ણ કર્યા વગર જ માલિક પાસેથી પેમેન્ટની માગણી કરી. જ્યારે રેસ્ટોરાં માલિકે પૈસા આપવા ઇનકાર કર્યો, ત્યારે ચારેય આરોપીઓએ ગાળો-ગપાટા કર્યા અને ઝપાઝપી બાદ મારામારી પર ઉતરી ગયા.

[fvplayer id=”48″]

CCTVમાં કેદ ઘટના

આ હંગામા દરમિયાન આરોપીઓએ રેસ્ટોરાંમાં ભારે તોડફોડ પણ કરી. સમગ્ર ઘટના રેસ્ટોરાંના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. વીડિયોમાં કોન્ટ્રેક્ટર ગેંગ ટેબલ, ખુરશી અને અન્ય સામાન તોડતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

પોલીસે ઝડપી કાર્યવાહી કરી

ઘટનાની જાણ થતા જ અકોટા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. થોડા જ કલાકોમાં કોન્ટ્રેક્ટર સુરેશ સહિત ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે તેને જાહેરમાં ઉઠ-બેસ કરાવીને કાન પકડાવ્યા, જેથી લોકોમાં સંદેશ જાય કે કાયદાનો ભંગ કરનાર કોઈને છોડવામાં નહીં આવે.

માલિકનું જણાવ્યું 

રેસ્ટોરાં માલિકે જણાવ્યું કે, “કામ અધૂરું છોડતા મેં પેમેન્ટ કર્યું નહોતું. એ જ કારણસર કોન્ટ્રેક્ટર ગેંગે આવી હુલ્લડબાજી કરી.”

પોલીસની ચેતવણી

અકોટા પોલીસએ સ્પષ્ટ કહ્યું છે કે જાહેર સ્થળે તોડફોડ કે હિંસા કરનાર કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતાની (BNS) સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી નદીના તટ પર 7 લોકો ફસાયા, NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું

આ પણ વાંચો:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણાઈ, NDRFની ટીમ એલર્ટ

આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં ભારે વરસાદનો કહેર, નદીઓ બે કાંઠે, 53 રસ્તાઓ બંધ, ગામોનો સંપર્ક તૂટ્યો