મહેસાણા/ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડ્યંત્રનો પર્દાફાશ

રાજસ્થાનના બુટલેગર આશુ અગ્રવાલ પોલીસની ધરપકડ કરી તપાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો છે.

Gujarat Others
દારૂ

રાજસ્થાનમાંથી કરોડો રૂપિયો વિદેશી દારૂ ઘુસાડવા ના કાવતરા પર્દાફાશ થયો છે.મહેસાણા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતમાં ચાલતા નેટવર્ક ઉપરથી પડદો ઊંચક્યો છે,રાજસ્થાનના બુટલેગર આશુ અગ્રવાલ પોલીસની ધરપકડ કરી તપાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો છે.જેમાં આશુ અગ્રવાલની સાથે વિનોદ સિંધી,સુનિલ દરજી,આનંદપાલસિંહ અને લક્ષ્મણ નામના બુટલેગરો ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા ગોપાલસિંહ નામની કંપની શરૂ કરી હતી.

આ કંપની માંથી ગુજરાત માં દારૂ ઘુસાડવા માં આવતો હતો જેમાં મહેસાણા પોલીસે આ ટોળકી નો 62,989 બોટલો જેની કિંમત 1.76 કરોડનો ઝડપ્યો હતો.આ તપાસમાં રાજસ્થાનના બુટલેગરો પોલીસથી બચવા વોટ્સએપ કોલિંગ કરતા અને યુકે,દુબઇ અને આફ્રિકા જેવા દેશોના નંબરથી વાત કરતા હતા.તેમજ દારૂ સપ્લાય ના રૂપિયા આંગડીયા મારફતે થતાં હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે.

આપને જણાવી દઈએ કે, આગાઉ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા માનસી સર્કલ પાસેથી PCBએ બાતમીના આધારે રીક્ષાને રોકીને તેમાં તપાસ કરી હતી. ત્યારે રીક્ષામાં અલગ અલગ જગ્યાએ તપાસ કરતા 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. રાકેશ ઉર્ફે પ્રતાપ દંતાણી નામનો આરોપી કડીથી આ દેશી દારૂ લઈને રાયપુર કંટોળીયા વાસ તરફ જઈ રહ્યો હતો. ત્યારે માનસી સર્કલ ખાતે જ PCB એ ઝડપી લીધો હતી.PCBએ આરોપી રાકેશ દંતાણીની ધરપકડ કરી છે. જ્યારે કડીથી માલ મોકલનાર રાજુ ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચો:જામનગર પહોંચ્યા CM ભુપેન્દ્ર પટેલ, લમ્પી વાયરસને લઇને અધિકારીઓ સાથે કરી બેઠક

આ પણ વાંચો:CMની હાજરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ

આ પણ વાંચો:  ‘જુબાં કેસરી’ના શોખીન ચોરો, 10.50 લાખના વિમલ ગુટખા લઈને થયા ફરાર