Not Set/ સુરત ફરી શરમસાર, સગીરાને લગ્નની લાલચ આપી ગુજાર્યુ દુષ્કર્મ

ગુજરાતની અર્થિક રાજધાની ગણવામાં આવતા સુરત શહેરની શાલીનતાને કોઇની નજર લાગી હોય તેમ રોજ એક દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. ક્યારે ક નાની બાળાને ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મની કોશિશનાં વાઇરલ વિડોયો જોવામાં આવે છે. તો ક્યારે દુષ્કર્મ ગુજારી કિશોરીને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દેવાનાં બનાવો સામે આવતા રહે છે. ત્યારે આજે ફરી સુરત શરમસાર […]

Top Stories Gujarat Surat
minor gangrape victim illustration ani સુરત ફરી શરમસાર, સગીરાને લગ્નની લાલચ આપી ગુજાર્યુ દુષ્કર્મ

ગુજરાતની અર્થિક રાજધાની ગણવામાં આવતા સુરત શહેરની શાલીનતાને કોઇની નજર લાગી હોય તેમ રોજ એક દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. ક્યારે ક નાની બાળાને ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મની કોશિશનાં વાઇરલ વિડોયો જોવામાં આવે છે. તો ક્યારે દુષ્કર્મ ગુજારી કિશોરીને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દેવાનાં બનાવો સામે આવતા રહે છે. ત્યારે આજે ફરી સુરત શરમસાર થઇ ગયું છે અને સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ઘટના સામે આવી છે.

rape 1 સુરત ફરી શરમસાર, સગીરાને લગ્નની લાલચ આપી ગુજાર્યુ દુષ્કર્મ

સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં એક સગીરા પર પડોશમાં રહેતા જ યુવાને દુષ્કર્મ ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. પડોશી યુવાને સગીરાને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી ગયો હતો. જે બાદ તેને અલગ અલગ જગ્યાએ લઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. તો બીજી તરફ સગીરાના માતા-પિતાએ બનાવ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બાતમીનાં આધારે પોલીસે આરોપી પંકજ સોલંકીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્રારા યુવકની પૂછપરછ આદરતા સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉંચકવાની કોશિશ  કરવામાં આવી રહી છે.

s2 સુરત ફરી શરમસાર, સગીરાને લગ્નની લાલચ આપી ગુજાર્યુ દુષ્કર્મ

પ્રાપ્ત માહિતી મુજબ પંકજ સોલંકી સુરતમાં રહીને રત્ન કલાકાર તરીકે કામ કરે છે. આ યુવકની એક યુવતિ સાથે આંખો મળી ગઇ હતી. આ યુવતિ સાથે આંખ મળતાની સાથે યુવક દ્વારા યુવતિને લગ્નની લાલચ આપવામાં આવી હતી. યુવક દ્વારા લગ્નની લાલચ આપવા ઉપરાંત તેણીને તેના ઘરેથી ભગાડી પણ ગયો હતો. અને અનેક અલગ અલગ જગ્યા પર યુવતિ સાથે દુષ્કર્મ આચર્યું હતું.  પોલીસ તુરત કાર્યવાહી કરવામા આવતા આરોપી પકડાઇ ગયો છે અને યુવતી પણ પાછી આવી ગઇ છે ત્યારે ભલે પોલીસ દ્વારા પોક્સોની તથા બળાત્કારની કલમનો યુવકને જેલનાં સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. પરંતુ આવુ ક્યા સુઘી ? ક્યા સુઘી આવા નરાધમો પોતાનાં નાપાક ઇરાદાઓને અંજામ આપતા રહેશે તે મોટો સવાલ ઉભો થાય છે.